• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા જ હસ્તાક્ષરમાં જો બાઈડેન પલટ્યા ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયો

|
Google Oneindia Gujarati News

US President Joe Biden signed orders first day in office: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાની સાથે જો બાઈડેને ડોનાલ્ડ ટ્ર્મ્પના ઘણા મહત્વના નિર્ણયોને પલટવાનો આદેશ આપ્યો છે. જો બાઈડેન સત્તા સંભાળતા જ વ્હાઈટ હાઉસમાં પહેલા જ દિવસે સીધા ઓવલ ઑફિસમાં કામકાજ સંભાળ્યુ અને એક્શનમાં આવી ગયા છે. જો બાઈડેને પદભાર ગ્રહણ કર્યા બાદ તરત જ પેરિસ જળવાયુ સમજૂતીમાં અમેરિકાના ફરીથી શામેલ થવા પર હામી ભરી દીધી છે. વળી, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)થી અમેરિકાના હટવાની પ્રક્રિયાને પણ રોકી દીધી છે. જો બાઈડેનની ટીમે કહ્યુ છે કે આ આદેશો પર હસ્તાક્ષર ટ્રમ્પ દ્વારા કરાયેલ નુકશાનની ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યા છે. આ આદેશો પર હસ્તાક્ષર બાદ જો બાઈડેન કહ્યુ કે આપણી પાસે સમય બરબાદ કરવા માટે સમય નથી. આવો, જાણીએ જે બાઈડેને કયા કયા આદેશો પર હસ્તાક્ષર કર્યા છે.

- જળવાયુ પરિવર્તન(Climate change)જો બાઈડેને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ના જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા નિર્ણયોને બદલી દીધા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને નિર્ણય લીધો છે કે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય પેરિસ જળવાયુ સમજૂતી(International Paris Climate Agreement)માં અમેરિકા ફરીથી શામેલ થશે. જેના માટે જો બાઈડેને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે. બાઈડેના પ્રશાસને સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર સોંપ્યો જે ઔપચારિક રીતે પેરિસ જળવાયુ સમજૂતીને ફરીથી શરૂ કરવા માટે 30 દિવસીય પ્રક્રિયાને ચાલુ કરે છે.

- જો બાઈડેને ટેકસાસમાં તટીય રિફાઈનરીઓમાં Alberta તેલ રેતને જોડતા કીસ્ટોન એક્સએલ પાઈપલાઈને પણ ખતમ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ એક એવુ પગલુ છે જેનાથી અમેરિકા અને કેનાડામાં તણાવ થઈ શકે છે.

- વંશીય સમાનતાને આગળ વધારવી(Advancing Racial Equity) જો બાઈડને વંશીય ભેદભાવને ખતમ કરવા તરફ પગલાં લીધા છે. જો બાઈડેને સંઘીય એજન્સીઓને વંશીય સમાનતાને પ્રાથમિકતા આપવા અને વ્યવસ્થિત વંશવાદને મજબૂત કરવાનારી નીતિઓની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. બાઈડેને ટ્ર્મ્પરના એક આદેશને રદ કરી દીધો જેમાં ગેરસેંજેંસને વસ્તી ગણતરીમાંથી બહાર કરવાની માંગ કરવામાં આવી હતી.

- સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ બાઈડેન પ્રશાસને બધી એજન્સીઓને હાલના અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદાને અપનાવવા માટે બધા કાયદાકીય પગલાં લેવાના આદેશ આપ્યા છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે એલજીબીટીક્યુ લોકો સાથે કાર્ય સ્થળે ભેદભાવ ન થાય.

- આર્થિક મદદઃ સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા મુજબ જો બાઈડેન આવતા મહિને કોંગ્રેસ સામે સામાન્ય લોકોને મોટાપાયે આર્થિક મદદ કરવા માટે બિલ્ડ બેક બેટર રિકવરી પ્લાન(Build Back Better Recovery Plan) પેકેજની માંગ કરશે. આ પેકેજ $ 1.9 ટ્રિલિયનનુ હશે, જે ખાસ કરીને કોવિડ-19 મહામારીના કારણે થયેલી તંગી માટે હશે. આ એક પ્રોત્સાહન પેકેજ હશે.

- કોરોના અંગેનો નિર્ણયઃ જો બાઈડેને કોરોના વાયરસ મહામારી પર તત્કાલ ધ્યાન કેન્દ્રીત કરીને અમુક મહત્વના નિર્ણયો કર્યો છે. જેમાં માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસીંગ અનિવાર્ય છે. બાઈડેનના આ આદેશ બાદ અમેરિકામાં 100 દિવસ માટે માસ્ક પહેરવુ જરૂરી થઈ ગયુ છે. જો બાઈડેને મહામારીના કારણે આર્થિક પતન સામે લડી રહેલા લોકોની મદદ કરવા માટે federal eviction freeze ને વધારી દીધુ છે. વાયરસ માટે એક રાષ્ટ્રીય પ્રતિક્રિયાનો સમન્વય કરવા માટે એક નવુ સંઘીય કાર્યાલય બનાવવાના આદેશ આપ્યા છે. વળી, વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા અને રક્ષા માટે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશાલયને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

- વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી હટવાનો નિર્ણય રોક્યોઃ જો બાઈડેન વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)માંથી અમેરિકાને હટવાની પ્રક્રિયા પર પણ રોક લગાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે WHO દ્વારા કોરોના મહામારી વિશે કરવામાં આવેલા કાર્યો પર સવાલ ઉઠાવ્યા હતા અને ફંડિંગ પણ રોકી દીધુ હતુ. બાઈડને પ્રશાસન COVAX ગઠબંધનમાં પણ શામેલ થવા માંગે છે. COVAX ગઠબંધન વિશ્વ આરોગ્ય સંગઠન અને બે અન્ય સમૂહો દ્વારા લીડ કરવામાં આવી રહ્યુ છે જેનો હેતુ ગરીબ દેશો માટે કોવિડ-19 રસીની વધુ પહોંચને સુરક્ષિત કરવાનો છે.

બાઈડને બદલ્યો ટ્રમ્પનો નિર્ણય, પેરિસ સમજૂતી માટે ભરી હામીબાઈડને બદલ્યો ટ્રમ્પનો નિર્ણય, પેરિસ સમજૂતી માટે ભરી હામી

English summary
US President Joe Biden signed these orders on first day in office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X