US Presedential Debate 2020: ટ્રમ્પ બોલ્યા- કોરોના વેક્સીન તૈયાર, મિલિટ્રી પણ રેડી

US Presedential Debate 2020: ટ્રમ્પ બોલ્યા- કોરોના વેક્સીન તૈયાર, મિલિટ્રી પણ રેડી

નૈશવિલેઃ 22 ઓક્ટોબરે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે 3 નવેમ્બરના ઈલેક્શન ડે પહેલા ફાઈનલ અને અંતિમ ડિબેટ થઈ. ટેનેસીના નૈશવિલેમાં થયેલ આ ડિબેટમાં ટ્રમ્પ અને બિડેન ફરીથી કેટલાય મુદ્દાઓ પર એકબીજા પર વરસ્યા. ટ્રમ્પે આ દલીલમાં કહ્યું કે આગલા કેટલાક અઠવાડિયામાં દેશમાં કોવિડ 19 વેક્સીન લૉન્ચ કરી દેવાશે. ટ્રમ્પ અગાઉ અમેરિકી નાગરિકોને વચન આપી ચૂક્યા હતા કે ચૂંટણી પહેલા તેઓ અમેરિનોને કોરોનાની વેક્સીન અપાવશે.

us election

જલદી જ વેક્સીનની ઘોષણા થશે

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ડિબેટ દરમ્યાન કોવિડ 19નો ઉલ્લેખ પણ કર્યો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી પ્રશાસને વેક્સીન તૈયાર કરી લીધી છે અને હાલ તેમની પાસે છે. ટ્રમ્પને જ્યારે વેક્સીનનો એક સ્પષ્ટ રોડમેપ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો, 'આગલા કેટલાક અઠવાડિયામાં વેક્સીન આપણી પાસે હશે. આ વિશે ઘોષણાઓ કરવામાં આવશે. જૉનસન એન્ડ જૉનસન ઘણું સારું કામ કરી રીહ ચે. પછી મૉડેરના, ફાઈજર અને કેટલીય બીજી કંપનીઓ છે જે વેક્સીન ડેવલપમેન્ટમાં લાગી છે.' ટ્રમ્પે એ વાત પર જોર આપ્યું કે તેમનું પૂરું ધ્યાન હાલ અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા અને લૉકડાઉન થતું રોકવા પર છે. ટ્રમ્પના શબ્દોમાં 'આપણે દેશને બંધ ના રાખી શકીએ. આ એક વિશાળ અર્થવ્યવસ્થા છે. લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. ઈલાજ, સમસ્યાથી વધુ ખરાબ નહિ હોય. મારાં શહેર ન્યૂયોર્કમાં જુઓ શું થઈ રહ્યું છે. હવે આ કોઈ ભૂતિયા શહેર જેવું દેખાવા લાગ્યું છે.'

ટ્રમ્પે કહ્યું, હવે હું કોવિડ 19થી ઈમ્યૂન

ટ્રમ્પે ડિબેટની શરૂઆત આ જવાબ સાથે કરી, 2.2 મિલિયન લોકોના જીવ કોરોના વાયરસને કારણે ગયા. ફ્લોરિડા, ટેક્સાસમાં સતત કેસ વધી રહ્યા છે. પરંતુ કોવિડ 19 હવે કમજોર પડી રહ્યો છે. ટ્રમ્પે આ વાત એવા સમયે કહી જ્યારે અમેરિકાના કેયલાય રાજ્યોમાં સંક્રમણ વધારા અંગે સવાલ પૂછવામાં આવ્યો. ટ્રમ્પનું કહેવું હતું કે, 'હવે વધુમાં વધુ લોકો ઠીક થઈ રહ્યા છે. મને પણ કોવિડ 19 થયો પરંતુ હવે હું ઠીક છું. નકર હું અહીં ના હોત. ડૉક્ટરોનું કહેવું છે કે હવે હું ઈમ્યૂન છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X