For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશે

US Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં બધો જ જોર સ્વિંગ સ્ટેટ પર છે. આ એવાં અમેરિકી રાજ્ય છે જ્યાંના મતદાતા રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં બાજી પલટાવી શકે છે. કુલ મિલાવી 538 ઈલેક્ટોરલ કોલેજ છે અને કોઈ ઉમેદવારને જીતવા માટે ઓછામા ઓછા 270 ઈલેક્ટોરલ કોલેજ જીતવા જરૂરી છે.

હાઈલાઈટ્સ

  • અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે
  • એવામાં હવે જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પનું ફોકસ સ્વિંગ સ્ટેટ પર છે
  • આ એવાં રાજ્યો છે જે ચૂંટણીના પરિણામને ગમે તે ક્ષણે પલટાવી શકે છે.

આ સાત રાજ્યો પર ફોકસ

આ સાત રાજ્યો પર ફોકસ

મીડિયા રિપોર્ટ્સ મુજબ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનનું ફોકસ આવાં સાત સ્વિંગ સ્ટેટ પર છે જેઓ પોતાની રાષ્ટ્રપતિ પદની ખુરશી નક્કી કરી શકે છે. આ દરમ્યાન કેટલાય ચૂંટણી સર્વેક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેનથી પાછળ હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે.

આ સાત મહત્વના રાજ્યો કયાં છે?

આ સાત મહત્વના રાજ્યો કયાં છે?

1. ઓહિયો- અહીં કુલ 18 ઈલેક્ટોરલ વોટ છે. ટ્રમ્પ અને બિડેન બંને પોતાના ચૂંટણી અભિયાનોમાં કેટલીયવાર ઓહિયોનો ઉલ્લેખ આ કારણે જ કર્યો. એક તરફ ટ્રમ્પે કહ્યું કે ઓહિયો 2019માં પોતાના ઈતિહાસમાં સૌથી તેજીથી પ્રગતિ કરતું રાજ્ય બન્યું, જ્યારે જો બિડેને કહ્યું કે તેમણે ઓબામા પ્રશાસન સમયે ઑટો મેન્યુફેક્ચરિંગને બચાવ્યું.

2. નૉર્થ કેરોલાઈનાઃ ઓપિનિયન પોલ એજન્સી ફાઈવ થર્ટી એટ મુજબ અમેરિકાના આગલા પ્રેસિડેન્ટની જીત ફાઈનલ કરવામાં આ રાજ્યની ભૂમિકા 3.1 ટકા છે. બિડેન જો અહીં 15 ઈલેક્ટ્રોલ વોટ જીતી શકે છે.

3. અરિજોનાઃ 2016ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં અહીં ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિંટન વચ્ચે વોટ શેર 50-45નો રહ્યો હતો. ત્યારે 5.3 ટકા વોટર્સ કોઈપણ પક્ષનું પલડું મજબૂત કરી શકે છે.

4. મિશિગનઃ ઓપિનિયન પોલ એજન્સી ફાઈ થર્ટી એટ મુજબ આગલા પ્રેસિડેન્ટ નક્કી કરવામાં મિશિગનની ભૂમિકા 9 ટકા છે. અહેવાલો મુજબ 2016માં ટ્રમ્પે અહીં હિલેરી ક્લિંટન પર માત્ર 0.2 ટકા જ બઢત હાંસલ કરી હતી.

5. ફ્લોરિડાઃ આ રાજ્ય રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બહુમતનો આંકડો અડવા માટે 14.3 ટકા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. 2016માં અહીં ટ્રમ્પ અને ક્લિંટન વચ્ચે 49-49 પોઈન્ટનું જ અંતર હતું. આંકડા મુજબ બિડેન જોની અહીં જીત હાંસલ કરવાની સંભાવના 62.5 ટકા છે.

6. પેન્સિલવાનિયાઃ સ્વિંગ સ્ટેટમાં આ રાજ્ય બહુ મોટું રાજ્ય છે. 2020ની ચૂંટણીમાં 28.3 ટકા એ વાતની સંભાવના છે કે આ રાજ્ય પ્રેસિડેન્ટની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ રાજ્યમાં બિડેનની જીતવાની 75 ટકા સુધીની સંભાવના જણાવવામાં આવી રહી છે.

7. વિસ્કિંસનઃ ઈલેક્ટોરલ કોલેજમાં આ ર્જ્યની નિર્ણાયક ભૂમિકા સાબિત થવાની સંભાવના 13.4 ટકા છે. ઓપિનિયન પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીં બિડેન ટ્રમ્પથી 14 પોઈન્ટ આગળ છે.

કોરોનાનો ઈલાજ કરાવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પકોરોનાનો ઈલાજ કરાવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

સર્વેમાં જો બિડેન 14 પોઈન્ટ આગળ

સર્વેમાં જો બિડેન 14 પોઈન્ટ આગળ

પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ નવા પોલમાં જણાવવામાં આવી રહ્યું છે કે જો બિડેન પ્રેસિડેન્શિયલ ટ્રમ્પથી આગળ છે. આ બઢત 14 પોઈન્ટની છે. અમેરિકી મીડિયાએ આ સર્વે કર્યો છે, જેમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીના આંકડા સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેમાં 53 ટકા લોકોએ કહ્યું કે તેઓ પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં જો બિડેનને વોટ કરશે. જ્યારે 39 ટકાએ ટ્રમ્પના પક્ષમાં વોટ આપવાની વાત કહી છે.

English summary
US Presidential Election 2020: These seven swing states could change the election result
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X