For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: પોતાના દોસ્ત બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના સાથી અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જે બિડન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાના સાથી અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જે બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે. ઓબામાને પદથી ગયાને ભલે ચાર વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ લોકો તેમને સાંભળવા માટે એકઠા થઈ જાય છે. ચૂંટણી પહેલા ઓબામાને પ્રચાર અભિયાનમાં ઉતરવાનો બહુ મોટો ફાયદો ડેમોક્રેટિક પાર્ટીને મળી શકે છે. નિશ્ચિત રીતે રિપલબ્કિન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ બહુ મોટો ઝટકો હોઈ શકે છે.

obama

ચાર વર્ષમાં પહેલી વાર આવુ થશે

બિડન કેમ્પેન તરફથી જણાવવામાં આવ્યુ છે કે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માટે આવતા સપ્તાહે પેન્સિલવેનિયામાં પ્રચાર કરતા જોવા મળશે. 77 વર્ષના બિડેન, ઓબામાના બે કાર્યકાળ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ પદની દોડમાં છે અને બરાક ઓબામા ઉપરાંત તેમના પત્ની મિશેલ તેમના માટે ઑનલાઈન પ્રચાર કરી ચૂક્યા છે. આ પહેલી વાર છે જ્યારે 59 વર્ષના ઓબામા પદથી હટ્યા બાદ ચૂંટણી પ્રચારમાં ઉતરવાના છે.

આજે પણ ભીડ ભેગી કરવાની ક્ષમતા

ઓબામાને આજે પણ એક શ્રેષ્ઠ વક્તા ગણવામાં આવે છે અને આજે પણ તે એક ભારે ભીડને ખેંચી લાવવાની ક્ષમતા ધરાવે છે. બિડેન કેમ્પેઈન તરફથી જણાવવામાં આવ્યુ છે, બુધવારે 21 ઓક્ટોબરે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં જો બિડેન અને કમલા હેરિસ માટે પ્રચાર કરવા આવશે. કેમ્પેઈન તરફથી આ ઉપરાંત કોઈ વધુ માહિતી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. લેટેસ્ટ સર્વેમાં જોવા મળ્યુ છે કે બિડેન સરેરાશ નવ પોઈન્ટ ટ્રમ્પથી આગળ છે. પરંતુ જ્યારથી કોવિડ-19થી રિકવર થયા બાદ ટ્રમ્પે રેલીઓમાં વાપસી કરી છે ત્યારથી બિડેન માટે મુશ્કેલી વધી ગઈ છે. તેમના સપોર્ટર્સ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં મોટી સંખ્યામાં તેમને સાંભળવા માટે એકઠા થઈ રહ્યા છે.

પ્રિયા પ્રકાશના હૉટ ફોટોશૂટથી સનસની, ટ્રોલર્સે કહ્યુ અશ્લીલપ્રિયા પ્રકાશના હૉટ ફોટોશૂટથી સનસની, ટ્રોલર્સે કહ્યુ અશ્લીલ

English summary
US Presidential Elections 2020: Barack Obama to campaign for Joe Biden and Kamala Harris.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X