For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ટ્રમ્પ-બિડન વચ્ચે તીખી ચર્ચા

રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બિડન આજે સામ-સામે થયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે માત્ર 35 દિવસનો સમય બચ્યો છે. 3 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બિડન આજે સામ-સામે થયા. બંને વચ્ચે આજે પહેલી પ્રેસિ઼ડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ગઈ છે. પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને કહ્યુ કે તે ચર્ચા માટે તૈયાર છે.

biden-trump

જો બિડેને કહ્યુ તે ચર્ચા માટે તૈયાર

જો બિડેને ટ્વિટ કરીને લખ્યુ કે આજે ડિબેટની રાત છે અને એટલા માટે મે પોતાનુ ઈયરફોન અને પર્ફોર્મન્સ વધારનાર સામાન તૈયાર રાખ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે બિડન પર ચર્ચા પહેલા ડ્રગ્ઝ લેવાનો આરોપ લગાવ્યો હતો અને ડ્રગ્ઝ ટેસ્ટની માંગ કરી હતી. આના પર નિશાન સાધીને બિડેને આ ટ્વિટ કર્યુ. ચર્ચા પહેલા બિડનને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક મોટુ હથિયાર પણ મળી ગયુ છે જેનાથી તે તેમને નિશાના પર લઈ શકે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર છેલ્લા 15 વર્ષમાંથી 10 વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ ટેક્સ આપ્યો નથી. રિયલ એસ્ટેટના એક દિગ્ગજ અને મોટા બિઝનેસમેન હોવા છતાં ટ્રમ્પે વર્ષ 2016 અને 2017માં બંને વર્ષ માત્ર 750 ડૉલરનો ટેક્સ ચૂકવ્યો.

90 મિનિટની થશે ચર્ચા

તમને જણાવી દઈએ કે પ્રેસિડેન્સિયલ ડિબેટ 90 મિનિટની હશે, કોઈ કૉમર્શિયલ બ્રેક વિના 90 મિનિટ સુધી બંને વચ્ચે ચર્ચા થશે જેમાં દરેક મુદ્દે ચર્ચા માટે 15 મિનિટનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. વળી, જવાબ આપવા માટે માત્ર 2 મિનિટનો સમય મળશે. વળી, આ વખતે ડિબેટમાં ઘણા ફેરફાર પણ થશે. ક્લીવલેન્ડમાં યોજાનાર ડિબેટમાં ટ્રમ્પ અને બિડેન હેન્ડશેક નહિ કરે. વળી, આ વખતે ડિબેટમાં લાઈવ ઑડિન્સ પણ નહિ હોય. આ વખતે દર્શકોમાં માત્ર 70 લોકો હાજર હશે. ફૉક્સ ન્યૂઝ સન્ડેના એંકર ક્રિસ વેલેસ આ ડિબેટને મૉડરેટ કરશે. આ ડિબેટમાં કોરોના વાયરસ મહામારી, અર્થવ્યવસ્થા, અમેરિકામાં વંશીય હિંસા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

હાથરસ ગેંગરેપઃ ભારે હોબાળા અને વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કારહાથરસ ગેંગરેપઃ ભારે હોબાળા અને વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કાર

English summary
US Presidential elections 2020: Debate between Donald Trump and Joe Biden.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X