For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ અને લોકોને નજરબંધ કરવા પર અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

જમ્મુ કાશ્મીરમાં જે રીતે સ્થાનિક લોકો પર પ્રતિબંધ છે અને તમામ લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે તેના પર અમેરિકાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર અમેરિકા સતત પોતાની નજર રાખી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે સ્થાનિક લોકો પર પ્રતિબંધ છે અને તમામ લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે તેના પર અમેરિકાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ગુરુવારે કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરમાં લોકોને નજરબંધ કરવા અને લોકો પર લાગેલા પ્રતિબંધના રિપોર્ટ માટે ચિંતિત છીએ. અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે અપીલ કરીએ છીએ કે માનવાધિકારોનું સમ્માન કરવામાં આવે, કાયદાકીય રીતોનો ઉપયોગ કરવામાં આવે, સાથે જે લોકો અહીંના નિર્ણયથી પ્રભાવિત છે તેમની સાથે વાતચીત કરવામાં આવે.

પાકને ચેતવ્યુ

પાકને ચેતવ્યુ

આ સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને પણ ચેતવ્યુ છે કે સીમા પારથી પણ શાંતિ અને સ્થિરતાને જાળવી રાખવાની જરૂર છે, એલઓસી અને સીમા પારથી થતા આતંકવાદને રોકવાની જરૂર છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યુ છે કે જલ્દી જમ્મુ કાશ્મીરની રાજકીય સ્થિતિને સામાન્ય કરવામાં આવશે. અમે કાશ્મીર અને અન્ય મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે સતત પોતાની મદદ આપવા માટે તૈયાર છે.

પીએમ મોદી સાથે ટ્રમ્પની મુલાકાત

પીએમ મોદી સાથે ટ્રમ્પની મુલાકાત

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જી-7 સમિટ દરમિયાન વિસ્તારથી વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન 1947 પહેલા એક જ હતા માટે અમારા બંને વચ્ચે બધા મુદ્દા દ્વિપક્ષી વાતચીતથી જ ઉકેલાશે. સાથે પીએમ મોદીએ કોઈ પણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ છે, અમે કોઈ ત્રીજા દેશને હેરાન કરવા નથી માંગતા. અમે આ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલી શકીએ છીએ.

આ પણ વાંચોઃ શ્રીનગરમાં આતંકીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરીઆ પણ વાંચોઃ શ્રીનગરમાં આતંકીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી

બંને દેશ ઉકેલી શકે છે મુદ્દા

બંને દેશ ઉકેલી શકે છે મુદ્દા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીને લાગે છે કે સ્થિતિ તેમના નિયંત્રણમાં છે. મારો પીએમ મોદી અને ઈમરાન ખાન બંને સાથે સારો સંબંધ છે. મને આશા છે કે આ બંને મળીને સમસ્યાનું સમાધાન કરી શકે છે. મંગળવારે પાકિસ્તાને યુએનને એક પત્ર લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ હતુ કે પાકિસ્તાને વેપારને પ્રોત્સાહન આપવુ જોઈએ નહિ કે આતંકવાદને, પાકિસ્તાને એક સારા પડોશીની જેમ વર્તન કરવાની જરૂર છે.

English summary
US says we are conncerend with the restriction and detention in JAmmu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X