For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'HIV પીડિત બાળકીની સારવારમાં પ્રથમ વાર મળી સફળતા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hiv
વોશિગ્ટન, 4 માર્ચ: પ્રથમ વાર એચઆઇવી વિરૂદ્ધની લડાઇમાં સફળતા પ્રાપ્ત કરતાં વૈજ્ઞાનિકોએ એક એચઆઇવી પીડિત બાળકીની સારવારમાં સફળતા પ્રાપ્ત થઇ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર અમેરિકામાં જન્મેલી બે વર્ષિય આ બાળકી જન્મથી જ એચઆઇવીથી પીડાતી હતી. અમેરિકી શોધકર્તાઓએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે આ પ્રકારના કેસમાં જો જન્મના ત્રીસ કલાકમાં વિષાણુરોધી દવાઓ આપવામાં આવે તો બિમારી પર કાબૂ મેળવવામાં આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

તેમને કહ્યું હતું કે 'સક્રિય સારવાર' ત્યારે જ સંભવ છે કે જ્યારે શરીરમાં વિષાણુની માત્રા એકદમ ઓછી હોય અને જીવનભર માટે સારવારની જરૂરિયાત ન હોય સાથે જ માનદ દાક્તરી તપાસ દરમિયાન લોહીમાં વિષાણુંની ખબર ન પડે. આ નિષ્કર્ષની જાહેરાત આ વર્ષે એટલાન્ટામાં આયોજીત 'રેટ્રોવાયરસ એન્ડ ઓપરચુનિસ્ટિક ઇન્ફેકશન' વિષય પર થયેલા સંમેલન દરમિયાન કરવામાં આવી હતી.

બાલ્ટીમોર સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મુખ્ય શોધકર્તા અને વાયરોલોજિસ્ટ ડો. દેબોરાહ પરસોડ સંમેલનમાં આ નિષ્કર્ષને પ્રસ્તુત કરે છે. એવી સંભાવના છે કે નિષ્કર્ષથી પ્રાપ્ત પરિણામથી એચઆઇવી ગ્રસિત બાળકોની સારવારમાં મદદ મળે.

મિસિસિપીની આ અજ્ઞાત બાળકી જન્મથી જ એચઆઇવી પીડિત હતી અને તેની માતાની ગર્ભાવસ્થા દરમિયાન કોઇ સારવાર થઇ ન હતી જેના કારણે તે ગર્ભાવસ્થા પહેલાં સુધી તેને એચઆઇવી પીડિત હોવાની ખબર પડી ન હતી. ડો. હન્નાહ ગેએ કહ્યું હતું કે ''ગર્ભાવસ્થા દરમિયાન માતાની સારવાર માટે અમારી પાસે અનુકુળ અવસર ન હતો જેથી અમે બાળકીની અંદર વિષાણુ પ્રવેશને રોકી શકીએ. તેમને કહ્યું હતું કે અમને આશા છે કે ભવિષ્યમાં આ પ્રકારના અધ્યયનથી પ્રભાવશાળી સારવારમાં મદદ મળશે અને આ ધારણાને વધુ મજબૂત કરે છે કે જન્મજાત શિશુઓમાં આ બિમારીનો પ્રભાવશાળી સારવાર થઇ શકે છે.

English summary
Scientists in the US have claimed that a baby born with the AIDS virus appears to have been cured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X