ભારતીય મૂળના વિવેક મૂર્તિ બનશે અમેરિકન સર્જન જનરલ

વોશિંગ્ટન, 16 ડિસેમ્બર: અમેરિકન સીનેટે હવે પછીના સર્જન જનરલના રૂપે ભારતીય મૂળના વિવેક મૂર્તિના નામ પર સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. અમેરિકામાં વિપક્ષી રિપબ્લિકન અને બંદૂકોની વકાલત કરનાર શક્તિશાળી લૉબીના વિરોધ છતાં 37 વર્ષીય મૂર્તિના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે.

મૂર્તિ અમેરિકાના અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરના સર્જન જનરલ બનશે. નામાંકિત કરાયા બાદ અમેરિકન સીનેટમાં ગઇકાલે 51 મતોમાં 43 મત મૂર્તિના પક્ષમાં આવ્યા બાદ તેમના નામ પર મહોર લાગી ગઇ. મૂર્તિ એવા પહેલા ભારતીય-અમેરિકન હશે જે આ ભૂમિકાનું નિર્વહન કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગયા વર્ષે નવેમ્બરમાં તેમને નામાંકિત કર્યા હતા. મૂર્તિના નામની ખરાઇ બાદ ઓબામાએ જણાવ્યું કે તેમના નામ પર સહમતિ બનવી દેશ ઉપરાંત વિદેશોમાં પણ અમેરિકીઓના જીવનની રક્ષા સુનિશ્ચિત કરશે અને આનાથી દેશની સ્થિતિ પણ સુધરશે. તેમના નામ પર 'નેશનલ રાઇફલ એસોસિએશન'અને રિપબ્લિકન સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.

vivek murthy
ઓબામાએ જણાવ્યું કે 'દેશના હવે પછીના સર્જન જર્નલ પદ માટે વિવેક મૂર્તિના નામ પર સીનેટ દ્વારા સ્વીકૃતિની મોહરની સરાહના કરુ છું.' તેમણે જણાવ્યું કે અમેરિકાના ડોક્ટર તરીકે વિવેક મૂર્તિ પ્રત્યેક અમેરિકન અને તેમના પરિવારને સુરક્ષિત જીવન જીવવા માટે જરૂરી તમામ જાણકારીઓ મળે, એવું સુનિચ્છિત કરવાનું છે.

વિવેક મૂર્તિની વાત કરીએ તો તેઓ બોર્ડ ઓફ ટ્રાયલ નેટવર્ક્સના સહ સંસ્થાપક અને અધ્યક્ષ રહ્યા છે. વર્ષ 2007થી તેમને એપરનિકસના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1995માં વિઝન વર્લ્ડવાઇડના સહ સંસ્થાપક રહ્યા. આ ભારત અને અમેરિકામાં એચઆઇવીની શિક્ષા માટે એક લાભ રહિત સંગઠન હતું. તેઓ 199થી લઇને 2000 સુધી તેના અધ્યક્ષ અને પછી વર્ષ 2000થી 2003 સુધી બોર્ડના ચેરમેન રહ્યા

મૂર્તિએ હાર્વર્ડ યૂનિવર્સિટીથી બીએ કર્યું અને બાદમાં તેમણે યેલ સ્કૂલ ઓફ મેનેજમેંટથી એમબીએ અને યેલ સ્કૂલ ઓફ મેડિસિનથી એમ.ડીની ડીગ્રી મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X