US સેનેટે 900 બિલિયન ડૉલરનું Covid Relief Bill પાસ કર્યું
વૉશિંગ્ટનઃ યુએસ સેનેટે કોવિડ રિલીફ બિલ મંજૂર કર્યું છે, અમેરિકાના ઈતિહાસમાં મંજૂર થયેલું આ બીજા નંબરનું સૌથી મોટું રાહત બિલ છે. વર્ષના અંતમાં પાસ કરવામાં આવેલ આ નાણાકીય બિલમાં 900 બિલિયન ડૉલરના રાહત પેકેજ સાથે જ 1.4 ટ્રિલિયન ડૉલરની રકમ સંઘીય સરકારના કામકાજ માટે રાખવામાં આવી છે. હાઉસમાં આ સંયુક્ત બિલને પહેલેથી જ પાસ કરી દેવામાં આવ્યું છે. સીનેટથી પાસ થયા બાદ હવે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે બિલ મોકલવામાં આવશે જેના પર પ્રેસિડેન્ટ હસ્તાક્ષર કરશે.
બિલ પર પ્રેસિડેન્ટના હસ્તાક્ષર હોવા પર એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. પોતાના પ્રેસિડેન્શિયલ કાર્યકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ આખરી નાણાકીય બિલ પર હસ્તાક્ષર કરશે. આ દરમ્યાન કોઈપણ પ્રકારની સંઘીય બંધીથી બચવા માટે હાઉસ અને સીનેટે એક 7 દિવસનું એડિશનલ સ્ટૉપગેપ બિલ પણ મંજૂર કરી દીધું છે.
બીજું સૌથી મોટું રાહત પેકેજ
2.3 ટ્રિલિયન ડૉલરની ભારી ભરકમ રાશિવાળું આ બિલ અમેરિકી ઈતિહાસનો બીજું સૌતી મોટું રાહત પેકેજ છે. અગાઉ કોરોના વાયરસની શરૂઆતમાં અર્થવ્યવસ્થાને મંદીમાં જતાં બચાવવા માટે 1.8 ટ્રિલિયનનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાહત પેકેજને લઈ અર્થસ્ત્રીઓનું કહેવું છે કે આનાથી આગામી વર્ષે ડબલ ડિજિટમાં જતી મંદીને રોકવામાં મદદ મળશે. જો કે હજી પણ જોખમ બનેલું છે.
વડોદરાઃ કોરોના કાળમાં મ્યુકોરમાઈકોસીસ નામના ઘાતક રોગની દહેશત
બેરોજગારી ભથ્થું પણ વધારવામાં આવ્યું
જ્યારે બેરોજગાર લોકોએ માર્ચ 2021થી 300 ડૉલર પ્રતિ અઠવાડિયાના દરે વધેલ બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આની સાથે જ ઠેકા મજૂરો અને દીર્ઘકાલિન બેરોજગારો માટે બેરોજગારી વિમા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવસે. પેકેજમાં એરલાઈનો માટે 15 બિલિયન ડૉલર પેકેજ સાથે જ રસી વિતરણ, સ્કૂલ અને યૂનિવર્સિટીઓ, ખેડૂતો અને ખાદ્ય સહાયતા માટે પણ રાશિ સામેલ કરવામાં આવી છે.