For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સાથે રણનીતિક વાર્તા જારી રાખશે અમેરિકા

|
Google Oneindia Gujarati News

john kerry
વોશિંગ્ટન, 7 ફેબ્રુઆરી: અમેરિકાના નવા વિદેશમંત્રી જોન કેરી અને ભારતીય વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ભારત અને અમેરિકાની વચ્ચે રણનીતિક વાતચીતની પ્રક્રિયાને મજબૂત કરવા અને તેને યથાવત રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી.

અમેરિકન વિદેશ મંત્રાલયની પ્રવક્તા વિક્ટોરિયા નૂલેન્ડે બુધવારે જણાવ્યું કે મંગળવારે ખુર્શીદ સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકાના સંબંધોના મહત્વ પર જોર આપ્યું છે અને બંને મંત્રીઓએ માત્ર દ્વિપક્ષીય જ નહીં બલકે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર કામમાં સહયોગ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે બંને મંત્રીઓએ ભારત-અમેરિકાની વચ્ચે રણનીતિક વાતચીતની પ્રક્રિયાને મજબૂત બનાવવા અને તેને યથાવત રાખવા પર ભાર મૂક્યો છે.

નૂલેન્ડ અનુસાર કેરીએ ભારત દ્વારા અફઘાનિસ્તાનને સતત આપવામાં આવતા સહયોગ માટે ખુર્શીદ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભારતને સહયોગ આપવા માટે અમેરિકન ઇચ્છાને સ્વીકાર કર્યો. નૂલેન્ડે જણાવ્યું કે હાલમાં કેરીની ભારત પ્રવાસ અંગે કોઇ યોજના નથી, પરંતુ બંને દેશો વચ્ચે એક સારો સંબંધ સ્થપાશે.

English summary
New US State Secretary John Kerry calls Khurshid, discusses Indo-US ties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X