• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ પાકિસ્તાનને મદદ બંધ કરવાની ધમકી આપી

|
Google Oneindia Gujarati News
વૉશિંગ્ટન, 12 જૂન : અમેરિકાના એક સાંસદે જણાવ્યું છે કે તેઓ રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ કાયદા (National Defense Authorization Act)માં સુધારો કરાવીને જ રહેશે. જેના કારણે પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય મદદ ત્યાં સુધી રોકી રાખવામાં આવશે જ્યાં સુધી તેઓ અલકાદા પ્રમુખ ઓસામા બિન લાદેનને પકડવામાં સીઆઇએની મદદ કરનારા ડૉક્ટરને છોડી મૂકતા નથી.

કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબેચરે જણાવ્યું કે "પાકિસ્તાને એક ખોટો કેસ બનાવ્યો છે, જેથી ડૉક્ટર શકીલ અફ્રીદીને 33 વર્ષોની કેદની સજા ફરમાવવામાં આવી છે." જેલમાં તેમને તકલીફ આપવામાં આવી રહી છે. પહેલા જ તેઓ જેલમાં બે વર્ષથી વધારે સમય સજા ભોગવી ચૂકયા છે. ડૉક્ટર આફ્રિદી એક નાયક છે અને આપણે આપણા કરદાતાઓનું ધન તેમને જેલમાં મોકલવા માટે મોકલવું જોઇએ નહીં. રોહરાબેચર આ અગાઉ પણ આવી દરખાસ્ત લાવી ચૂક્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે એ બાબતમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાની નેતા કોની તરફ છે. પાકિસ્તાન એવા આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ આપી રહ્યું છે જેમણે અફઘાનિસ્તાન અને ભારતમાં સૈનિકો અને નાગરિકોની હત્યા કરી છે. તમામ અમેરિકનો ડૉક્ટર આફ્રિદીના આભારી છે. રોહરાબચોર એક એવા સુધારાની દરખાસ્ત પણ લાવવાના છે જેમાં પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી સહાયની રકમનો ઉપયોગ અલ્પસંખ્યક સમૂહોની વિરુદ્ધમાં કરવામાં નહીં આવે.

અમેરિકા વર્ષ 2001 પછી અત્યાર સુધીમાં પાકિસ્તાનને 25 અબજ ડૉલરનો ખર્ચ કરી ચૂક્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ કાયદામાં વધારાના દોઢ અબજની રકમ સામેલ કરવામાં આવી છે.

English summary
US threatens to cut pakistan aid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X