For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો ગુસ્સો જોઇ અમેરિકાએ પાકને આપી હતી આ સલાહ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 28 એપ્રિલઃ કારગિલ યુદ્ધ 1999ના સમયે ભારતના ગુસ્સાનો અંદાજો અમેરિકાને થઇ ગયો હતો અને તેથી જ તેણે પાકિસ્તાનને પીછેહટ કરવાની સલાહ આપી હતી. અમેરિકામાં પાકિસ્તાનના ત્યારના રાજદૂત રિયાદ ખોખરે રવિવારે આ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યાનુસાર યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઇસ્લામાબાદને સંદેશો મોકલ્યો હતો કે, ભારત પાગલ થઇ રહ્યું છે, મહેરબાની કરીને જે ક્ષેત્રોમાં તમારો કબજો છે ત્યાંથી હટી જાઓ.

kargil-war
પાકિસ્તાની સૈનિકોના નિયંત્રણ રેખા પર ઘુષણખોરીના અંદાજે 15 વર્ષ બાદ આ મુદ્દો ઇસ્લામાબાદ સાહિત્ય મહોત્સવમાં ઉઠ્યો. વાર્તા સત્રમાં પાકિસ્તાના પૂર્વ વિદેશ સચિવ ખોખર અને પૂર્વ રાજદૂત તારિક ઉસ્મન હૈદર તથા પત્રકાર નસીમ જેહરા સહિત તમામ વક્તાઓએ યુદ્ધના વિભિન્ન પહેલુઓ પર ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા. ત્રણ વક્તાઓએ માન્યુ કે આ યુદ્ધ ટાળી શકાયું હોત. ખોખરે કારગિલ યુદ્ધ પર અમેરિકાની પ્રતિક્રિયા અંગે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ યુદ્ધ ટાળી શકાયુ હોત. અમેરિકન વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ મને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે જે ક્ષેત્રો પર અમે કબજો કર્યો છે, ત્યાંથી હટી જઇએ. ખોખરે કહ્યું કે પાકિસ્તાનની સૌથી મોટી અસફળતા એ રહી કે તે વિશ્વસનીય સાખ વિકસીત ના કરી શક્યું. તેમણે કહ્યું કે મને લાગે છેકે અમને એક બિન જવાબદાર દેશના રૂપમાં રાખવામાં આવ્યું.

તેમણે કહ્યું કે સેનામાં એ વાતને લઇને આમ સહમતિ હતી કે તત્કાલિન વડાપ્રધાન નવાજ શરીફે આ યુદ્ધના વિષયમાં સમુચિત જાણકારી આપવામાં આવી હતી. તેમણે એ વાતનો ઇન્કાર કર્યો કે જો પાકિસ્તાન પાછળ ના હટ્યું તો યુદ્ધના ક્ષેત્રમાં મોટા થઇ શકતા હતા. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિયાજ ખોખરે કહ્યું કે અમેરિકાએ કહ્યું હતુ કે ભારત પાગલોની જેમ ઉછળી રહ્યું છે. તમે લોકો જે ક્ષેત્રો પર કબજો કર્યો છે, ત્યાંથી હટી જાઓ. નહીંતર યુદ્ધ ક્ષેત્રનો વિસ્તાર થઇ શકે છે. એ માત્ર એક ધમકી હતી જેનો અમેરિકાએ ઉપયોગ કર્યો.

તેમણે કહ્યું કે, ભારત તરફથી સેનાની કોઇ ગતિવિધિ નહોતી થઇ રહી, જેનાથી લાગ્યું કે યુદ્ધ ક્ષેત્રનો વિસ્તાર થઇ શકે છે. પત્રકાર નસીમ જેહરાએ કહ્યું કે, કારગિલ એવું નથી જેના પર પ્રાધિકાર પાકિસ્તાની સેના ગર્વ કરી શકે. તેમણે કહ્યું કે, ચાર જનરલોનું એક કારગિલ સમૂહ હતું જેમણે આ યોજના બનાવી, જે એક દુર્ઘટના હતી. જેહરાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ કારગિલ યુદ્ધની યોજના બનાવનારાઓ કરતા વધારે સારા નેતૃત્વની જરૂર હતી.

English summary
“India is hopping mad. Please get out of the places you have occupied,” was the American message to Pakistan in the wake of the Kargil War in 1999, the country’s then envoy to the US, Riaz Khokhar said here on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X