ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય કર્મચારીઓને આપશે જોરદાર ઝટકો, અમેરિકાના લોકોની થશે ભરતી

Subscribe to Oneindia News

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ત્યાં કામ કરતા ભારતીયોને જોરદાર ઝટકો આપવા જઇ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે આઇટી કંપનીઓને મોટા પ્રમાણમાં સ્થાનિક અમેરિકી નાગરિકોની નિયુક્તિ કરવી પડશે.

trump

તમને જણાવી દઇએ કે ભારતની દિગ્ગજ આઇટી કંપનીઓ ટાટા કંસલ્ટંસી સર્વિસીઝ, ઇંફોસીસ અને વિપ્રો જેવી કંપનીઓ અમેરિકામાં એચ1બી વિઝા દ્વારા મોટા પ્રમાણમાં ભારતમાંથી કર્મચારીઓની ભરતી કરે છે અને તેમને વિદેશ લઇ જાય છે. અમેરિકામાં ભારતીય કર્મચારીઓને અમેરિકી લોકોની તુલનામાં ઓછા વેતન પર રાખી લેવામાં આવે છે માટે આઇટી કંપનીઓ ભારતીય એંજિનિયરોમાં વધુ રસ દાખવે છે.

વર્ષ 2005-14 દરમિયાન આ ત્રણ કંપનીઓમાં એચ1બી વિઝ પર કામ કરતા કર્મચારીઓનો આંકડો 86,000 થી વધુ હતો. અત્યાર સુધી અમેરિકા આટલા લોકોને દર વર્ષે એચ1બી વિઝા આપતુ આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેના દ્વારા પસંદ કરાયેલા એટર્ની જનરલ જેફ સેશંસે પણ અમેરિકાની વિઝા નીતિને વધુ કડક બનાવવાની વાત કહી છે.

English summary
US visa regime, Indian IT firms rush to hire, acquire american citizen
Please Wait while comments are loading...