જો અત્યારે યુદ્ધ થશે તો પાકિસ્તાન કરશે ભારત પર પરમાણું હુમલો: અમેરિકા
વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: ભારત-પાકિસ્તાનની આના-કાની થંભવાની નામ નથી લઇ રહી, જેનો ઇશારો અમેરિકાએ કરી દીધો છે. અમેરિકાના બે પ્રમુખ વિશ્લેષકોએ અમેરિકન કાયદાવિદોને જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ થયું તો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે.
અમેરિકન વિશ્લેષકોએ જણાવ્યું કે ભારતમાં એક મજબૂત સરકાર છે અને એવામાં જો 26/11 જેવો હુમલો ભારત પર હવે થાય છે તો પાકિસ્તાન માટે ખતરનાખ સાબિત થઇ શકે છે. એટલું જ નહીં આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતની વિરુદ્ધ પરમાણુ હુમલો પણ કરી શકે છે.

પર્કોવિચે જણાવ્યું કે દક્ષિણ એશિયામાં આગામી સમયમાં પરમાણુ હુમલાની આશંકાથી ઇનકાર કરી શકાય નહી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ભારત-પાકિસ્તાન સંબંધોને જોતા તેની સંભાવના બનેલી છે. પર્કોવિચે આ વાત આંતરરાષ્ટ્રીય શાંતિના કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવી. અમેરિકન વિશ્લેષકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ સચિવ આવતા મહિને પાકિસ્તાન પ્રવાસ કરવાના છે.












Click it and Unblock the Notifications
