
અમેરિકાઃ 14 વર્ષોથી કોમામાં પડેલી મહિલાએ આપ્યો સ્વસ્થ બાળકને જન્મ
અમેરિકી રાજ્ય એરિજોનામાં એક ઘણો વિચિત્ર મામલો જોવા મળ્યો છે. અહીં એક હોસ્પિટલમાં 14 વર્ષોથી કોમાની હાલતમાં રહેલી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. હવે ઓથોરિટીઝ બળાત્કારના મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ હોસ્પિટલ મેનેજમેન્ટના હોશ ઉડાવી દીધા છે. તેમને સમજમાં નથી આવી રહ્યુ કે આવુ કેવી રીતે થયુ. શનિવારે આ મહિલાને પીડા શરૂ થઈ ગઈ અને તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. કોઈને પણ એ વાતની ખબર નહોતી કે મહિલા ગર્ભવતી છે અને જ્યારે તેણે પીડાથી કણસવાનું શરૂ કર્યુ ત્યારે સમગ્ર મામલો સમજાયો.

મહિલાની હાલતમાં કોઈ સુધાર નહિ
આ ઘટના એરિઝોનાની હસિએનાડા સ્કિલ્ડ નર્સિંગ ફેસિલીટીમાં થઈ છે જે ફિનિક્સમાં છે. આ હોસ્પિટલમાં 14 વર્ષોથી એક મહિલા ભરતી છે અને તેની હાલતમાં જરા પણ સુધારો આવ્યો નથી. પરંતુ કોઈ જાણતુ નથી કે છેવટે તેની સાથે આ હરકત કોણે કરી હતી. હોસ્પિટલના એક કર્મીએ પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યુ છે કે સ્ટાફને માલુમ નથી કે પીડિતાના રૂમની અંદર શું ચાલી રહ્યુ હતુ. આ એપ્લોઈએ ગુસ્સામાં કહ્યુ, કે આવુ કઈ રીતે બની શકે અને મને તો વિચારીને પણ ઘિન્ન આવે છે. આ એપ્લોઈની માનીએ તો કોઈ પણ સ્ટાફને આ વાત વિશે જરા પણ ખબર નહોતી.

પીડાથી કણસી રહી હતી મહિલા
આ એપ્લોઈને પૂછવામાં આવ્યુ કે સ્ટાફને કેવી રીતે ખબર પડી કે મહિલાને લેબર પેઈન શરૂ થઈ ગયુ છે તેના જવાબમાં તેણે જણાવ્યુ કે તે એ સમયે પીડિતાના રૂમમાં નહોતી. મહિલા સવારથી જ પીડાથી કણસી રહી હતી. નર્સ જેણે બાળકની ડિલીવરી કરાવી તેણે જણાવ્યુ કે મહિલાએ છોકરાને જન્મ આપ્યો છે અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. એરિજોનાના સ્વાસ્થ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે તે સ્થાનિક પોલિસ સાથે તપાસમાં પૂરી મદદ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ પણ શંકાસ્પદનું નામ સામે આવ્યુ નથી.

ઘણા લોકો પીડિતાના રૂમમાં જતા હતા
વધુ એક સ્ટાફે જણાવ્યુ કે દર્દીને 24 કલાક દેખરેખની જરૂર રહેતી હતી અને ઘણા લોકો તેના રૂમમાં જતા હતા. આ સ્ટાફે એ પણ જણાવ્યુ કે આ હોસ્પિટલમાં આ સપ્તાહે જ અમુક પ્રોટોકોલ બદલવામાં આવ્યા છે. હોસ્પિટલના નવા નિયમોમાં જો કોઈ પુરુષ સ્ટાફ કોઈ મહિલાના રૂમમાં દાખલ થાય તો તેણે એક મહિલા સ્ટાફને લઈને તેના રૂમમાં જવાનું રહેશે. સ્ટાફર મુજબ મહિલા એ સ્થિતિમાં નહોતી કે તે પોતાના ઉપર થયેલા હુમલાથી પોતાનો બચાવ કરી શકે કે પછી કોઈને આ જણાવી શકે કે એ ગર્ભવતી છે. ફિનિક્સની હોસ્પિટલ પહેલા પણ ઘણા પ્રકારના વિવાદોમાં રહી છે. જો કે અહીં પ્રતિવર્ષ 2,500 દર્દીઓનો ઈલાજ થાય છે.
આ પણ વાંચોઃ આ વખતે સામાન્ય જનતા નહિ જોઈ શકે 26 જાન્યુઆરીની પરેડ, આ છે મોટુ કારણ