અમેરિકામાં કોરોના વાયરસથી 40000 લોકોના મોત, સંક્રમિતો 7.5 લાખને પાર

અમેરિકામાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. અહીં આ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 40000ને પાર કરી ગઈ છે.

અમેરિકામાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. અહીં આ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 40000ને પાર કરી ગઈ છે. રવિવારે જારી કરેલા આંકડા અનુસાર અમેરિકામાં 40000 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી કોઈ પણ દેશમાં આ સર્વાધિક મોત છે. અમેરિકામાં 29 ફેબ્રુઆરીએ કરોના વાયરસના કારણે પહેલુ મોત થયુ હતુ એવામાં 38 દિવસોમાં અહીં મોતનો આંકડો 40000ને પાર કરી ગયો. 6 એપ્રિલે અહીં 10000 લોકોના મોત થયા હતા પરંતુ આગલા પાંચ દિવસોમાં મોતનો આંકડો 20000ને પાર કરી ગયો. વળી, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 1997 લોકોના મોત થઈ ગયા છે.

માત્ર ચાર દિવસમાં 10000 લોકોના મોત

માત્ર ચાર દિવસમાં 10000 લોકોના મોત

અમેરિકામાં મોતનો આંકડો 30000થી 40000 માત્ર ચાર દિવસમાં પહોંચી ગયો. દુનિયામાં કોઈ પણ દેશમાં હજુ સુધીઆ કોરોના વાયરસના કારણે સર્વાધિક મોત છે. અહીં સંક્રમિત લોકોની વાત કરીએ તો આ 7.6 લાખ છે. અહીં માત્ર 13 દિવસોમાં આંકડો બમણો થઈ ગયો છે. શનિવારે 29000 સંક્રમિત લોકો મળી આવ્યા હતા. આ વાયરસના કારણે અમેરિકામાં લૉકડાઉન છે જેના કારણે અહીંની અર્થવ્યવસ્થા પર આની મોટી અસર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે.

2.2 કરોડ લોકોની નોકરી ગઈ

2.2 કરોડ લોકોની નોકરી ગઈ

લગભગ 2.2 કરોડ લોકોની અહીં નોકરી જતી રહી છે અને આ લોકોએ ખુદને બેરોજગાર ઘોષિત કરીને સરકારની મદદ માંગી છે. વળી, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે અમે ઘણી મોટી સંખ્યામાં ટેસ્ટ કરી રહ્યા છે અને અમને આશા છે કે અમે જલ્દી પોતાની આર્થિક ગતિવિધિને ફરીથી શરૂ કરી શકીશુ. વળી, એક વર્ગ અમેરિકામાં એવો પણ છે જે લૉકડાઉન હટાવવાની માંગ કરી રહ્યો છે અને આના માટે પ્રદર્શન કરી રહ્યો છે. આ લોકો ઘરમાં રહેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

સતત આ શહેરોમાં વધી રહ્યુ છે સંક્રમણ

સતત આ શહેરોમાં વધી રહ્યુ છે સંક્રમણ

અમેરિકાના મેરીલેન્ડ, વર્જીનીયા, વૉશિંગ્ટન ડીસીમાં સતત સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ન્યૂજર્સીમાં રવિવારે સંક્રમિત લોકોની સંખ્યામાં 3900નો વધારો થયો. બોસ્ટરન તેમજ શિકાગોમાં મોટી સંખ્યામાં હૉટસ્પૉટ વધ્યા છે જેના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત ઓહાયો, ટેક્સાસ, ફ્લોરિડામાં સરકાર વેપારને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે 1 મેથી અહીં આર્થિક ગતિવિધિઓ અમુક સાવધાની સાથે શરૂ કરવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X