For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

COVID-19: ચીનથી આગળ નીકળ્યું અમેરિકા, USAમાં સૌથી વધુ સંક્રમિતો

COVID-19: ચીનથી આગળ નીકળ્યું અમેરિકા, USAમાં સૌથી વધુ સંક્રમિતો

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ જીવલેણ કોરોનાવાઈરસથી અમેરિકામાં સતત કોરોનાવાઈરસના સંક્રમણ વધી રહ્યા છે. અમેરિકાની જૉન્સ હોપકિંસ યૂનિવર્સિટીના તાજા આંકડા મુજબ અમેરિકામાં હવે ચીનથી પણ વધુ કોરોના વાયરસથી સંક્રમણના મામલા સામે આવ્યા છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કુલ 83500 મામલા થઈ ગયા છે, જ્યારે ચીનમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 81782 છે. જ્યારે ઈટલીની વાત કરીએ તો અહીં 80589 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે આ વાયરસના કારણે મોતના મામલામાં સૌથી આગળ ઈટલી છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 8215 લોકોના જીવ ચાલ્યા ગયા છે. જ્યારે ચીનમાં આ વાયરસથી 3291 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાના કારણે 1200 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

આંકડા કેમ વધ્યા, ટ્રમ્પે કારણ જણાવ્યું

આંકડા કેમ વધ્યા, ટ્રમ્પે કારણ જણાવ્યું

આ તાજા આંકડા વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સંખ્યામાં એટલા માટે પણ વધારો થઈ રહ્યો છે કેમ કે અમે ટેસ્ટિંગ ઘણું વધારી દીધું છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે કહ્યું કે કોરોનાવાઈરસનો ટેસ્ટ હવે 50 રાજ્યોમાં ઉપલબ્ધ છે, જ્યાં આખા દેશમાં 55200 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્મર્પે ચીનના આંકડા પર પણ શંકા જતાવી છે. તેમણે કહ્યું કે ચીનની અસલી સંખ્યા કેટલી છે તમને ખબર નથી. ટ્રમ્પે કહ્યું કે પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરશે.

12 એપ્રિલથી ફરી ખુલશે અમેરિકા

12 એપ્રિલથી ફરી ખુલશે અમેરિકા

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 12 એપ્રિલથી દેશ ખોલી મૂકશે. તેમણે કહ્યું કે અમેરિકી લોકોએ પરત કામ પર જવું છે, અમારા દેશે ફરી કામ શરૂ કરવું છે, અમારો દેશ આના પર નિર્ભર છે, મને લાગે છે કે આ બહુ જલદી જ થશે. તેમણે કહ્યુંકે જ્યારે હું પાછા કામ પર જવાની વાત કરું છું તો લોકો મારી વાતને ખોટી રીતે લઈ રહ્યા છે. મારો મતલબ છે કે લોકો કામ પર જશે અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરશે, હાથ નહિ મિલાવે.

સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે

સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે

જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 531630 છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 24065 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે આ વાયરસથી સંક્રમિત 123391 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. ભારતની વાત કરીએ તો અહીં વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 693 છે, જ્યારે 16 લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કુલ 45 લોકો સ્વસ્થ થઈ પોતાના ઘરે આવી ચૂક્યા છે.

CORONA UPDATE: રાજ્યમાં એક દર્દીનું મોત અને 4 નવા કેસો નોંધાતાં સંખ્યા 44 પર પહોંચીCORONA UPDATE: રાજ્યમાં એક દર્દીનું મોત અને 4 નવા કેસો નોંધાતાં સંખ્યા 44 પર પહોંચી

English summary
USA has maximum number of coronavirus infected people in the world overtakes China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X