For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉન સામે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાયઃ WHO મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન

કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના વધતા કેસને જોતા WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શું કહ્યુ, જાણો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના વધતા કેસને જોતા WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે, 'ઓમિક્રૉન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ આના માટે પરેશાન થવાની જરુર નથી. ખૂબ જ વધુ સાવધાની રાખવા અને સાવચેત રહેવાની જરુર છે. નવા વેરિઅંટ સામે માત્ર વેક્સીનેશન જ એકમાત્ર પ્રભાવી હથિયાર છે માટે વહેલી તકે રસી લગાવો કારણ કે હાલમાં ભલે કેસ વધી રહ્યા છે પરંતુ તે રસીના કારણે ગંભીર રુપમાં નથી ફેરવાઈ રહ્યા.'

who

જો કે તેમણે એ જરુર કહ્યુ કે, 'નવો વેરિઅંટ રસી મૂકાવનાર અને રસી ન મૂકાવનાર બંને લોકો પર એટેક કરી રહ્યો છે. પરંતુ આ બિમારીથી લડવા માટે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે કારણકે જે કેસ અત્યાર સુધી સામે આવ્યા છે તે ક્રિટિકલ સ્તરે નથી પહોંચ્યા જેનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે રસી, પ્રકોપને રોકવામાં સફળ થઈ રહ્યુ છે અને આ સારા સંકેત છે. ટી સેલ ઈમ્યુનિટી ઓમિક્ર઼ન સામે સારી હોય છે માટે બધા લોકોએ વહેલામાં વહેલી તકે વેક્સીન જરુર લગાવવી.'

કોરોના વાયરસ ખતમ નથી થયોઃ સૌમ્યા સ્વામીનાથન

આ પહેલા પણ વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે, 'બધાના દિમાગમાં એ વાત મુખ્ય રીતે હોવી જોઈએ કે કોરોના વાયરસ ખતમ થયો નથી. જો લોકો બેદરકારી વર્તશે તો એક વાર ફરીથી સ્થિતિ ભયાનક થઈ શકે છે. માટે લોકોને અપીલ છે કે કોરોના પ્રોટોકૉલને સાવચેતીપૂર્વક ફોલો કરો.'

હેલ્થ સિસ્ટનને ધ્વસ્ત કરી શકે છે કોરોનાની સુનામી

જ્યારે આ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ હતુ કે, 'કોરોનાની સુનામી વર્તમાન હેલ્થ સિસ્ટમને ધ્વસ્ત કરી શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ કે ડેલ્ટા અને ઓમિક્રૉન બંને સાથે આવવાથી મુશ્કેલી વધી છે. કોવિડ પૉઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે જેનાથી હૉસ્પિટલમાં ભરતી થનારામાં વધારો થયો.'

મહારાષ્ટ્રમાં સૌથી વધુ, દિલ્લી બીજા નંબરે

જો ભારતની વાત કરીએ તો બુધવારે રાતે ઉપલબ્ધ અધિકૃત આંકડાઓ મુજબ ભારતમાં નવા વેરિઅંટના કેસ 950 સુધી પહોંચી ગયા છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાનાના કેસ શામેલ છે. મહારાષ્ટ્ર આ બાબતે પહેલા નંબરે છે જ્યાં સંક્રમિતોની સંખ્યા વધીને 252 થઈ ગઈ છે. ત્યારબાદ દિલ્લી(238), ગુજરાત(97), રાજસ્થાન(69), કેરળ(65) અને તેલંગાના(62)નો નંબર છે.

English summary
Vaccines still effective against Omicron, it is the only solution: WHO chief scientist Dr Soumya Swaminathan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X