બહુ જલ્દી દુનિયાભરમાં બાળકોને સ્માર્ટ ફોન આપવા પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો શું કહ્યું UNESCO એ?
શરૂઆતમાં મોબાઈલ ફોનને સૌથી મોટા હથિયાર તરીકે જોવામાં આવતો હતો. કમ્યુનિકેશનના કામને સેકન્ડોમાં કરી આપતો મોબાઈલ ફોન હવે સ્માર્ટ બનતા સૌથી મોટી સમસ્યા બની ગયો છે. તેમાં પણ હવે બાળકોના હાથમાં સ્માર્ટ ફોન આવતા સ્થિતી વણસી રહી છે.
કોરોના દરમિયાન ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોને અભ્યાસ માટે સ્માર્ટ ફોન આપવામાં આવ્યા અને અહીંથી સ્થિતી બગડવાની શરૂઆત થઈ. બાળકો અભ્યાસ માટે આપવામાં આવેલા ફોનનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. યુનેસ્કોનું કહેવું છે કે વિશ્વભરની શાળાઓમાં ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

UNESCO હાલમાં જ શિક્ષણમાં ટેક્નોલોજી પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટના આધારે યુનેસ્કોએ કહ્યું છે કે, શાળાઓમાં સ્માર્ટ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ફોનને વિદ્યાર્થીઓ પાસેથી લઈ લેવામાં આવે. ચિંતા વ્યક્ત કરતાં યુનેસ્કોએ અહેવાલમાં કહ્યું કે, બાળકોને શાળાઓમાં માનવ-કેન્દ્રિત અભિગમની જરૂર છે અને ડિજિટલ ટેક્નોલોજીએ એક સાધન તરીકે કામ કરવું જોઈએ.
UNESCO આગળ જણાવે છે કે, એવું ન થવું જોઈએ કે તે તમારા પર એટલું પ્રભુત્વ ધરાવે કે તમે તેના વિના જીવી ન શકો. આજના બાળકો સાથે આવું જ થઈ રહ્યું છે. તે ફોન લેતા જ સાવ ખાલી થઈ જાય છે. તે સમજી શકતા નથી કે હવે તેમને શું કરવું જોઈએ. એવું લાગે છે કે જાણે આખી દુનિયા તેના ફોનમાં જ છે.
બાળકો શાળા સમય દરમિયાન જે કંઈ પણ અભ્યાસ કરે છે અથવા શીખે છે તે તેમના જીવનમાં એક આધાર તરીકે કામ કરે છે. જે બાળકો ઈન્ટરનેટથી અભ્યાસ કરે છે તે સાચું છે કે નહીં તે કોણ નક્કી કરશે.
યુનેસ્કોના માનોસ એન્ટોનિનિસે જણાવ્યુ કે, કે વિશ્વના માત્ર 16 ટકા દેશો જ કાયદેસર રીતે ક્લાસરૂમ ડેટા ગોપનીયતાની ખાતરી આપે છે. જ્યારે અન્ય દેશોમાં બધુ એમ જ ચાલે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
