VIDEO : લંડનની ટ્રેનમાં છૈયા છૈયા પર એક વ્યક્તિએ ડાન્સ કર્યો, વીડિયો વાયરલ
આ દિવસોમાં ટ્રેનના વાયરલ વીડિયોની સિઝન ચાલી રહી છે. ભારતના દિલ્હી અને મુંબઈમાં વિવિધ ટ્રેનોના વીડિયો વાયરલ થયા બાદ હવે લંડનથી એક વીડિયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ છૈયા છૈયા પર ડાન્સ કરીને વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરાયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ શાહરૂખ ખાનના ફેમસ સોંગ છૈયા છૈયા પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ ગીતમાં શાહરૂખ અને મલાઈકા અરોરા ટ્રેનની છત પર ઉભા રહીને ડાન્સ કરે આ વ્યક્તિએ ગીતની નકલ કરી છે. જો કે તે ટ્રેનની છત પર નથી ચડ્યો પરંતુ તેણે ટ્રેનમાં અંદર છૈયાં-છૈયાં ગીત પર ડાન્સ કરીને વાયરલ થઈ ગયો છે.
વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે અને લોકો સામે જ ટ્રેનમાં અંદર ઉભા રહીને ડાન્સ કરવા લાગે છે. આ પછી ક્યારેક તે પ્લેટફોર્મ પર તો ક્યારેક રેલવે સ્ટેશનની એસ્કેલેટર અને સીડીઓ પર ડાન્સ કરે છે.
આ વ્યક્તિ શાહરૂખના સ્ટેપ્સની નકલ કરી રહ્યો છે અને લોકો પણ તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા છે. વીડિયોના અંતે તે ચુપચાપ ટ્રેનની સીટ પર બેસી જાય છે.
આ વીડિયોમાં લોકોને તેનો ફની અંદાજ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને લોકો શેર અને લાઈક કરી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, વ્યક્તિના આત્મવિશ્વાસને સલામ કરવી જોઈએ. એક યુઝર્સે લખ્યુ કે, કઆ ખૂબ જ ફની સીન છે. એકે કહ્યું કે, લોકો વીડિયો બનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.












Click it and Unblock the Notifications
