Video: અમેરિકન પત્રકારે PM મોદીને પૂછ્યું, તમે ટ્વીટર પર છો?

ટ્વીટર પર 2.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી અમેરિકન પત્રકારે 30.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા પીએમ મોદીને પૂછ્યું, શું તમે ટ્વીટર પર છો?

અમેરિકાની પ્રમુખ સમાચાર ચેનલ નેશનલ બ્રૉડકાસ્ટિંગ કંપની(NBC)ની પત્રકાર મેગન કેલીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક એવો સવાલ પૂછી લીધો, જેને કારણે ટ્વીટર પર તેમની મજાક ઉડવા માંડી છે. મેગન કેલીના આ સવાલથી સ્પષ્ટ છે કે, તેમણે પીએમ મોદીનો ઇન્ટરવ્યૂ લેતાં પહેલાં પોતાનું હોમ વર્ક બરાબર નથી કર્યું. કેલીએ પીએમ મોદીને પૂછ્યું કે, શું તમે ટ્વીટર પર છો?

megan kelly pm modi

કેલીએ લૉન્ચ કર્યો પોતાનો શો

કેલીએ ગુરૂવારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સેન્ટ પીટર્સબર્ગના કોન્સટૈંટિન પેલેસમાં વાતચીત કરી હતી અને સાથે જ પોતાનો નવો શો લૉન્ચ કર્યો હતો. પોતાના શોની વાતચીત શરૂ કરતાં પહેલાં કેલીએ બંન્ને નેતાઓનું સ્વાગત કર્યું અને તેમની સાથ હાથ મિલાવ્યો. પીએમ મોદીએ કેલીનું અભિવાદન કરતાં કહ્યું, મેં તમારું ટ્વીટ જોયું, જેમાં તમે છત્રી પકડીને ઊભા છો. આની પર જવાબ આપતાં કેલીએ કહ્યું, ખરેખર, તમે મારું ટ્વીટ જોયું? શું તમે ટ્વીટર પર છો? કેલીએ કરેલ પ્રશ્ન સાંભળી પીએમ મોદી અને પુતિન હસી પડ્યા તથા પીએમ મોદીએ હસીને આ સવાલનો જવાબ આપ્યો.

સોશિયલ મીડિયા પર મજાકનો વિષય

સોશિયલ મીડિયા પર લોકોને મજાક માટે એક નવો વિષય મળી ગયો છે અને લોકો આ વિષયને જલ્દી ભૂલે એમ લાગતું નથી. લોકો સોશિયલ મીડિયા પર કેલીના આ સવાલની ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે, તો ઘણા તેમના આ સવાલને ઘમંડી સ્વભાવનું લક્ષણ કહી રહ્યાં છે. કેલીને કદાચ ખબર નહીં હોય કે, પીએમ મોદી દુનિયાના ત્રીજા એવા નેતા છે, જેના સૌથી વધુ ફોલોઅર્સ છે. પોપ ફ્રાંસિસ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ બાદ પીએમ મોદીના સૌથી વધુ ફોલોઅર્સ છે.

પીએમ મોદી અને પત્રકાર મેગન કેલીની વાતચીતનો મજેદાર વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X