Video : પાકિસ્તાની ટીવી ડિબેટમાં લાઈવ એક્શન, એક્સપર્ટ વચ્ચે લાઈવમાં જ મારામારી, જુઓ વીડિયો

ભારતમાં ટીવી ચેનલોમાં એન્કર અને એક્સપર્ટના નામે બેસાડી દીધેલા અનપઢોની લડાઈ સામાન્ય બની ગઈ છે. જો કે હવે પાકિસ્તાનમાં પણ આવુ જ થઈ રહ્યું છે. અહીં એક લાઈવ શોમાં બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ ગઈ.

હાલમાં એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલના લાઈવ ડિબેટ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સમર્થક સેનેટર અફનાન ઉલ્લાહ ખાન અને પાકિસ્તાન તરહીક-એ-ઈન્સાફના સમર્થક શેર અફઝલ ખાન મારવત દલીલ કરતા કરતા અચાનક મારામારી કરવા લાગે છે.

fights in live TV debate

આ લડાઈ અચાન એટલે સુધી પહોંચી ગઈ કે બન્ને ચાલુ શોએ જ મારામારી કરવા લાગ્યા. એકબીજા પર લાત-મુક્કાનો વરસાદ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે.

આ વીડિયો એક યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં યુઝર્સે લખ્યુ કે, પાકિસ્તાનનું વાતાવરણ, જ્યારે ત્યાંના ક્રિકેટ ખેલાડીઓ ભારતમાં મોજ કરી રહ્યા છે. 1 મિનિટ 8 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના પ્રખ્યાત ટીવી એન્કર જાવેદ ચૌધરીના શો કલ તક દરમિયાન પીએમએલ-એન સેનેટરે પીટીઆઈ ચીફ ઈમરાન ખાન પર આરોપો લગાવ્યા હતા.

આ સિવાય તેણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને સેનાના અધિકારી પર મિલીભગતનો આરોપ લગાવતા બૂટચાટ શબ્દનો ઉલ્લેખ કર્યો. આનાથી ગુસ્સે થઈને પીટીઆઈ ચીફ શો વચ્ચે પોતાની ખુરશી પરથી ઉભા થઈ ગયા અને સેનેટર અફનાન સાથે મારામારી કરવા લાગ્યા.

આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને ઘણા લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઈને હસી રહ્યા છે તો કેટલાક લોકો પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતી આ જ હોવાનું જણાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X