ભૂતમાં વિશ્વાસ નથી? જુઓ વીડિયો, કોણે આ ગ્લાસ તોડ્યો?
આપણે ભૂતપ્રેત અને આત્માઓના વાસ અંગે ફિલ્મો અને ટીવી શ્રેણીઓ જોઈ હશે, જેમાં ભૂત દ્વારા મચાવવામાં આવતા ઉતપાતને દર્શાવવામાં આવે છે, પરંતુ સાચા જીવનમાં ભૂત જેવું કંઇ નથી હોતું તેવો વિશ્વાસ ધરાવતો એક આખો વર્ગ છે, તો બીજો એક વર્ગ એ પણ છે, જે માને છેકે ભૂતપ્રેત જેવું હોય છે. તેમની એક અલગ દૂનિયા છે. ભૂત નહીં હોવાની વાતો કરનારાઓ પણ ક્યારેય તેમનો અનુભવ ના થાય તેવું ઇચ્છા હોય છે.
જોકે, તેમની એક અલગ દૂનિયા હોય છેકે નહીં તે એક સંશોધનનો વિષય છે, તેમ છતાં અહીં એક વીડિયો અને કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે. આ વીડિયો ન્યુ હમ્પિશાયરના ગિલફોર્ડની છે, જ્યાં એક જનરલ સ્ટોરની અંદર ભૂતનો વાસ હોવાનું ફલિત થાય છે. આ વીડિયોમાં એક કાંચના વાસણને તૂટતું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આ વાસણ તૂટે છે, ત્યારે તેની આસપાસ કોઇ જ હોતું નથી.
અચાનક કાંચનું વાસણ કેવી રીતે તૂટ્યું? એ પ્રશ્નએ બધાને વિચારતા કરી મુક્યા હતા. કંઇક પડ્યાનો અવાજ સંભળાયા બાદ હૈદી નામની સ્ટોર સંચાલક એ સ્થળે પહોંચી હતી અને આ કેવી રીતે તૂટ્યું તે વિચારી રહી હતી. તેને કંઇક અજૂકતુ લાગતા તે સ્ટોર બંધ કરીને જતી રહી હતી. નીચે વીડિયો અને તસવીરો આપવામાં આવી છે.

કાંચનું વાસણ તેના સ્થાને
આ તસવીરમાં કાંચનું વાસણ તેના સ્થાને જોવા મળે છે.

અચાનક હવામાં ઉડ્યું કાંચનું વાસણ
થોડાક સમયમાં બાદ કાંચનું વાસણ અચાનક હવામાં ઉડતું જોવા મળે છે.

નીચે પડેલા કાંચના ટૂકડા
કાંચનું વાસણ નીચે પડ્યાં બાદ તૂટી ગયું હતું, જે આ તસવીરમાં જોઇ શકાય છે. વીડિયો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો
જુઓ કેવી રીતે તૂટ્યું કાંચનું વાસણ
વીડિયોમાં જુઓ કેવી રીતે કાંચનું વાસણ તૂટે છે.












Click it and Unblock the Notifications
