For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જાણો કેવી રીતે ISISના અડ્ડા સુધી પહોંચી અમેરિકી સેના

|
Google Oneindia Gujarati News

ઇરાકમાં ISISના શકંજામાંથી લગભગ 70 બંધકોને છોડાવવા માટે ગયેલો એક અમેરિકી સૈનિક માસ્ટર સાર્જન્ટ જોશુઆ વ્હીલર શહીદ થઇ ગયો. ઇરાકમાં વર્ષ 2011માં અમેરિકી અભિયાન પૂર્ણ થયા બાદ જોશુઆ પહેલો એવો સૈનિક છે કે જેણે ઇરાકમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય. પરંતુ મોત પહેલા તેના હેલ્મેટમાં લાગેલા કેમેરાએ ISISના આતંકીઓ વિરૂદ્ધ અમેરિકી સૈનિકોની કાર્યવાહીને કેદ કરી છે.

ISISના સંભવિત 9 વારસદારોના નામ

આ વિડીયોને કેટલાક દિવસો પહેલા વોશ્ગિંટન પોસ્ટ તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ફોર્સીસ તરફથી ચલાવવામાં આવેલા અભિયાનમાં સાફ જોઇ શકાય છેકે બંને તરફથી ભારે માત્રામાં ગોળીબાર થઇ રહ્યો છે. આ ગોળીબાર વચ્ચે જ બંધકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા.

isis

અમેરિકી સેના તરફથી આ ઓપરેશન ઇરાકના એક વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતુ. ગુરૂવારે થયેલા આ અભિયાન અંગે પેંટાગોન તરફથી પણ એક આધિકારીક નિવેદન આપવામાં આવ્યું હતુ.

આઇએસઆઇએસમાં જોડાયેલા ભારતીય યુવકોએ કર્યો ચોંકવનારો ખુલાસોઆઇએસઆઇએસમાં જોડાયેલા ભારતીય યુવકોએ કર્યો ચોંકવનારો ખુલાસો

આ અભિયાનમાં અમેરિકાની ડેલ્ટા ફોર્સીસની સાથે કુર્દિશની સ્પેશિયલ ફોર્સીસ પણ શામેલ હતી. આ વિડીયોમાં ISISનો ઝંડો પણ જોઇ શકાય છે. મહત્વપૂર્ણ છેકે ઇરાક પાછલા એક વર્ષથી અમેરિકી સેનાઓના નિશાના પર છે. અને તેનુ કારણ છે ISISની હાજરી.

English summary
The video has appeared on internet which shows the raid conducted by US army. An US Soldier has lost his life and he was the first one who died after the conclusion of Iraq War in 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X