Video : ટ્રંપ સાથે ગોલ્ફ રમતા ખાડામાં પડી ગયા જાપાની PM
જાપાન પીએમ અને અમેરિકા પીએમ જ્યારે ગોલ્ફ રમી રહ્યા હતા. ત્યારે થઇ હતી એક દુર્ધટના. તમે જુઓ તેવું તો શું થયું હતું આ વીડિયો....
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શિન્ઝો આબે અને ટ્રંપ ગોલ્ફ રમી રહ્યા છે. અને ટ્રંપ જ્યારે આગળ નીકળી જાય છે ત્યારે આબે પાછળથી એક રેતીલા ખાડામાંથી દોડીને નીકળવા જાય અને પોતાનું સંતુલન ખોઇ બેસે છે. અને તે પાછળ પડી જાય છે. પણ મજાની વાત તો એ છે કે કોઇને આ વાતની ખબર પડે તે પહેલા આબે ફટાક દઇ ઊભા થઇને જાણે કંઇ ના થયું એમ ફરી ચાલવા લાગે છે. સોશ્યલ મીડિયામાં લોકો આબેની સ્ટાઇલને નીઝા સ્ટાઇલ પણ કહી રહ્યા છે. અને તેમના આ વીડિયો પર અનેક કેમેન્ટ આવી રહ્યા છે. ત્યારે હવામાં ઉડાતા એક હેલિકોપ્ટરના કારણે આ આખો વીડિયો બહાર આવ્યો છે. જો કે તેમ છતાં આ વીડિયોની યથાર્થતા નક્કી કરવી મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપ એશિયાના પ્રવાસે જાપાન આવ્યા હતા ત્યારે તેમણે શિન્ઝો સાથે ગોલ્ફની રમત માણી હતી. નોંધનીય છે કે ટ્રંપ પાછળ ફરીને જુએ પણ છે પણ તે પહેલા આબે ફટાક દઇને ઊભા થઇ જાય છે. શિન્ઝો આ વીડિયો પોતાની સ્ફૂર્તિ બતાવી પડવાની સાથે જ સાઇડમાં ફરીને ઊભા થઇ જાય છે. ત્યારે હાલ તો લોકો આ વીડિયો પછી જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો...
それでは、見事な1回転をご覧下さい pic.twitter.com/myRSIELQQB
— 焼津のはん次 99 (@NoTYOolympic) November 6, 2017












Click it and Unblock the Notifications
