For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ચીની રાષ્ટ્રપતિના ગૃહનગરમાં મોદીએ કર્યા ડાઝિંગશન મંદિરના દર્શન

|
Google Oneindia Gujarati News

શિયાન, 14 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ચીન યાત્રા પર છે આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શી ચિનપિંગના ગૃહનગર શિયાન પહોંચ્યા છે, આજે સવારે શિયાન પહોંચવા પર એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત થયું.

Narendra modi
તેનાથી થોડી જ વાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેરાકોટા વોરિયર્સ મ્યૂઝિયમની મુલાકાત લીધી અને ત્યારબાદ તેમણે ડાઝિંગશન મંદિરમાં દર્શન કર્યા. અત્રે નોંધનીય છે કે ડાઝિંગશન મંદિર બૌદ્ધ લોકો માટે ખૂબ જ માનક મંદિર છે. મોદીએ સંપૂર્ણ પારંપરિક રિવાઝથી અત્રે પૂજા કરી. મોદીની એક ઝલક મેળવવા માટે મંદિરની બહાર લાખોની જનમેદની ઉમટી પડી હતી. મોદીએ કોઇને પણ નિરાશ કર્યા નહીં અને હસતા હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું.

આજે બપોરે 1 તેમની ચીની રાષ્ટ્રપતિ શી ચિનપિંગ સાથે મુલાકાત થશે. આપને જણાવી દઇએ કે મોદી ત્રણ દેશો, ચીન, મંગોલીયા અને દક્ષિણ કોરિયાની યાત્રા પર છે, ત્રણ દેશોની યાત્રામાં તેમનો પ્રથમ પડાવ છે.

કહેવામાં આવી રહ્યું છે ત્રણ દેશોના તેમના પ્રવાસ દરમિયાન વ્યાપાર અને પ્રવાસન સહિત ઘણી સમજૂતી થવાની સંભાવના છે. મોદી 14થી 16 મે સુધી ચીનમાં રહેશે. વિદેશ સચિવ એસ. જયશંકર અનુસાર, ઝી આનમાં બંને નેતાઓની વચ્ચે વાતચીત થશે, ત્યારબાદ મોદી સાંસ્કૃતિક મહત્વવાળા કેટલાંક સ્થળોની મુલાકાત કરશે અને આજે સાંજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઇંજીંગ માટે રવાના થશે.

English summary
Prime Minister Narendra Modi who arrived in China on the first leg of his six-day three nation tour early on Thursday morning visited Daxingshan Temple in Xian city. Here is Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X