આતંકીઓએ અમેરિકન પત્રકારનું માથુ કાપી વીડિયો જાહેર કર્યો
બગદાદ, 20 ઓગષ્ટ: આઇએસઆઇએસે મંગળવારે રાત્રે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં અમેરિકાના પત્રકાર જેમ્સ ફોલેનું માથુ કાપીને હત્યા કરતા આતંકીને દર્શાવવામાં આવ્યો છે. અમેરિકાના આ પત્રકારનું 2 વર્ષ પહેલા સીરિયામાં અપરહરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે જ વિદ્રોહિઓએ વધુ એખ અમેરિકન પત્રકારની તસવીરો જારી કરીને ધમકી આપી છે કે તેમની જિંદગી ઇરાકમાં અમેરિકાના વલણ પર ટકેલી છે.
આતંકવાદીઓએ આ વીડિયોને 'અમેરિકા માટે સંદેશ' નામથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જોકે હજી સુધી એ વાતની તપાસ નથી થઇ કે આ વીડિયો વાસ્તવિક છે કે નહીં.
આપને જણાવી દઇએ કે પત્રકાર જેમ્સ 5 વર્ષથી પશ્ચિમ એશિયાથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને લગભગ 2 વર્ષ એટલે 22 નવેમ્બર 2012ના રોજ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમના પરિવારે તેમની શોધમાં સહાયતા માટે એક ટ્વિટર એકાઉંટ પણ બનાવ્યું છે.

આ વીડિયોની શરૂઆતમાં જેમ્સ નારંગી રંગના જે ડ્રેસમાં દેખાઇ રહ્યો છે, તેને અમેરિકાની જેલોમાં કેદીઓ પહેરે છે. આઇએસઆઇએસના એક આતંકી કાળા કપડા પહેરીને ફોલેની ડાભી બાજુ ઊભેલો દેખાઇ રહ્યો છે.
કેમેરા તરફ જોતા મરતા પહેલા નારંગી રંગના ડ્રેસ પહેરેલ વ્યક્તિએ જણાવ્યું 'હું ઇચ્છુ છું કે મારા મિત્રો, મારા પરિવાર અને મને ચાહનાર મારા અસલી ગુનેગાર એટલે કે અમેરિકન સરકારની વિરુધ્ધ ઊભા થાય, કારણ કે આજે જે કઇ પણ મારી સાથે થવાનું છે તે તેમના જ ગુનાઓનું પરિણામ છે.'
ત્યારબાદ આઇએસઆઇએસના આતંકીએ અંગ્રેજીમાં જણાવ્યું 'આજે તમારી મિલિટ્રી એરફોર્સ ઇરાકમાં અમારી પર રોજ હુમલા કરી રહી છે. તમારા આ હુમલાથી મુસલમાનોને જાન-માલનું નુકસાન થઇ રહ્યું છે.'
કાળા કપડા પહેરેલ આતંકીએ ફોલે કહેવાતા શખ્શનું માથું ધડથી અલગ કરી દીધું. પછી બીજા અમેરિકન પત્રકાર સ્ટીવન જોઇલને કેમેરાની સામે રાખીને આતંકીએ જણાવ્યું કે 'ઓબામા, આ અમેરિકનનું જીવન તમારા હવેના નિર્ણય પર નિર્ભર રહેશે.'
જુઓ વીડિયો...
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/89b3k6PdV6c" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
