Video : વેલકમ હોય તો આવુ, યુવતીએ 5 વર્ષે આવેલા બોયફ્રેન્ડનું એરપોર્ટ પર ડાન્સ કરીને સ્વાગત કર્યુ, વીડિયો વાયરલ

કહેવાય છે કે પ્રેમ પાગલ લોકોનું કામ છે. પ્રેમમાંપાગલ લોકોને દુનિયાથી વધારે કંઈ ફરક પડતો નથી. આ વાતનો વધુ એક પુરાવો હાલમાં જ સામે આવ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી એરપોર્ટ પર તેના બોયફ્રેન્ડનું ડાન્સ કરીને ગ્રાન્ડ વેલકમ કરતી જોવા મળી રહી છે.

Woman dances at Canadian airport

અહેવાલો અનુસાર, આ યુવતી તેના બોયફ્રેન્ડને 5 વર્ષ બાદ મળી રહી હતી. વાયરલ થઈ રહેલો આ વીડિયો કેનેડાના એરપોર્ટનો છે.

વીડિયોની શરૂઆતમાં એક યુવક સામાન સાથે એરપોર્ટ પર ઉતરતો જોવા મળે છે. અહીં કેટલાક લોકો તેમનું સ્વાગત કરે છે અને હગ કરે છે. તેને ગુલાબ આપીને સ્વાગત કરે છે. જો કે તે ભીડ વચ્ચે તેની ગર્લફ્રેન્ડને શોધી રહ્યો હોય છે.

અંતે તેની ગર્લફ્રેન્ડ તેની સામે આવે છે અને રાતા લંબિયાં સોંગ પર ડાન્સ કરીને તેનું સ્વાગત કરે છે. આ પછી પ્રેમી ભાવુક થઈ જાય છે અને વખાણ કરતો ઉભો રહે છે અને તેને ગળે લગાવવાની રાહ જોવે છે.

ટોરોન્ટો સ્થિત કન્ટેન્ટ ક્રિએટર નિક્કી શાહે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણીએ લખ્યું કે, લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ પણ સામાન્ય સંબંધોની જેમ જ હોય ​​છે તે મને સાબિત કરવા દો.

આ લાંબા કૅપ્શનમાં તેણીએ તેની લોંગ ડિસ્ટેન્સ રિલેશનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તેણીએ લખ્યું કે વાસ્તવિકતા એ છે કે લાંબા અંતરના સંબંધોમાં પણ ઘણી સમસ્યાઓ હોય છે. તે માત્ર એટલું જ છે કે દરેક દંપતિ માટે સમસ્યાઓ અલગ હોય છે અને તે પૂર્વનિર્ધારિત નથી. પરંતુ ફક્ત તે જ સંબંધો ટકી રહે છે જ્યાં બે લોકો તેને ચલાવવા માટે પ્રતિબદ્ધ હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X