Video: સિંહોએ મહિલા તરફ દોટ મૂકી, તો મહિલા ડર્યા વગર ઊભી રહી

Written By:
Subscribe to Oneindia News

તમારી સામે અચાનક જ બે સિંહો દોટ લગાવીને આવે તો તમે શું કરો? ચોક્કસથી ભાગવાનો જ પ્રયાસ કરોને. પણ હાલમાં એક વાયરલ વીડિયોમાં એક મહિલાની સામે બે સિંહો દોટ મૂકતા મહિલા શાંતિથી ઊભી રહી. અને પછીથી બન્ને સિંહો આવી તેને બથ ભરી લે છે અને મહિલા પણ તેમને ખુશી ખુશી આવકારે છે. માનવામાં થોડું મુશ્કેલ લાગે છે પણ આ વીડિયો જોઇને તમે પણ આ વાત માની જ લેશે. જો કે આવું એટલા માટે બન્યું કારણ કે આ મહિલાએ જ વર્ષો પહેલા આ બંન્ને સિંહ બાળને ઉછેર્યા હતા. અને તેઓ જ્યારે મોટા થઇ ગયા ત્યારે તેણે સિંહોને પ્રાણી સંગ્રહાલયમાં મૂક્યા હતા. આ સિંહાની માવજત કર્યા બાદ લગભગ 7 વર્ષ પછી મહિલા પ્રાણીસંગ્રહાલયમાં તેમને મળવા આવી હતી.

lion

અને નવાઇની વાત તો જુઓ 7 વર્ષના અંતર બાદ પણ સિંહો આ મહિલાને ઓળખી ગયા હતા. વધુમાં વીડિયોમાં જે રીતે સિંહો તે મહિલાને વ્હાલ કરતા નજરે પડે છે તે જોતા તો સ્પષ્ટ જ લાગે છે કે માણસ હોય કે પ્રાણી બધા પ્રેમની ભાષા સમજે છે. આ વીડિયો Learn something નામથી ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચૂક્યા છે અને અનેક લોકોને આ વીડિયોને પસંદ પણ કર્યો છે. ત્યારે સિંહ અને માણસના અનોખા સંબંધને દર્શાવતો આ ભાવુક વીડિયો જુઓ અહીં.

English summary
A woman adopted 2 lion cubs but had to give them up to the local zoo, Here is what happened when she is visiting them 7yrs later.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.