For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નિકળી હિંસા, 127ના મોત

ઇન્ડોનેશિયામાં શનિવારના રોજ એક ફૂટબોલ મેચ દરમિયાન 127 લોકોના મોત થયા હતા. આ ઘટના પૂર્વ જાવાના મંગલ રીજેન્સીના કંજુરૂહાન સ્ટેડિયમમાં થઇ હતી. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ અરેમા એફસી અને પર્સેબાયાની વચ્ચે મેચ ચાલી રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

જાવા - 02 ઓકટોબર, 2022 : ઇન્ડોનેશિયામાં શનિવારના રોજ એક ફૂટબોલ મેચ દરમિયાન 127 લોકોના મોત થયા હતા. આ ઘટના પૂર્વ જાવાના મંગલ રીજેન્સીના કંજુરૂહાન સ્ટેડિયમમાં થઇ હતી. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ અરેમા એફસી અને પર્સેબાયાની વચ્ચે મેચ ચાલી રહ્યો હતો. આ વચ્ચે અરેમાની ટીમ હારી ગઇ હતી. જે બાદ પોતાની ટીમને હારતી જોઇને મોટી સંખ્યામાં લોકો મેદાન તરફ દોડી ગયા હતા.

બે પોલીસ અધિકારીઓના પણ મોત

બે પોલીસ અધિકારીઓના પણ મોત

આ દરમિયાન કેટલાક ફેન્સ દ્વારા ખેલાડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ થઈ રહ્યા છે.

જેમાં જોઇ શકાય છે કે, લોકો મેદાનમાં ઘૂસી ગયા અને સુરક્ષાકર્મીઓ પર પણ વસ્તુઓ ફેંકવા લાગ્યા હતા. આ સાથેજ પોલીસ લોકો પર લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

આ સાથે સાથે લોકોની ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાનીફરજ પણ પડી હતી.

સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત

સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર 127 લોકોના મોત હુમલા, નાસભાગ અને ગૂંગળામણને કારણે થયા છે. સ્ટેડિયમમાં માર્યા ગયેલાલોકોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાંઆવી રહી છે.જોકે હજૂ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકોઅફિન્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત થયા હતા અને બાકીના મોત હોસ્પિટલમાં થયા હતા.

મોટી સંખ્યામાં લોકો મેદાન દોડી આવ્યા

એક વીડિયોમાં જોઇ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને મેદાનમાં ફૂટબોલ ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓ આવે છે અનેબધાનો પીછો કરે છે. આ દરમિયાન કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે.

English summary
Violence erupts during football match, 127 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X