US: વર્જિનિયા સ્ટેટ યુનિ. કેમ્પસમાં ગોળીબાર, 1 ઇજાગ્રસ્ત

વર્જીનિયા યુનિવર્સિટીમાં થયેલ ગોળીબાર બાદ યુનિવર્સિટી કેમ્પસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું.

અમેરિકાના વર્જીનિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હોવાના સમાચાર છે. યુએસ મીડિયા અનુસાર, ગોળીબાર બાદ યુનિવર્સિટી કેમ્પસ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. શનિવારે રાત્રે પોલીસ દ્વારા ટ્વીટર દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી કે, ગોળીબારને કારણે યુનિવર્સિટી કેમ્પસ લોકડાઉન કરવામાં આવ્યું છે, આ ક્ષેત્રમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. WTVR-TV અનુસાર, આ ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગી છે અને તેની હાલત ગંભીર છે. તાત્કાલિક સારવાર અર્થે તેને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

gun shoot

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા પણ અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. ગત 10 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગોળીબારને કારણે સંસ્થા બંધ કરવામાં આવી છે. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઘણા મોટા સ્તરે ગોળીબાર થયો છે અને આને કારણે સુરક્ષા પર પ્રશ્નો થઇ રહ્યાં છે. આ પહેલાં લાસ વેગાસના એક લાઇવ મ્યૂઝિક કોન્સર્ટમાં પણ ગોળીબાર થયો હતો, જેમાં 59 લોકોનું મૃત્યુ થયું હતું અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X