Russia Election: રશિયામાં ફરીથી રાજ કરશે પુતિન, ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ
Russia Election: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે ચૂંટણીમાં રેકૉર્ડ જીત નોંધાવીને ફરી એકવાર સત્તા હાંસલ કરી લીધી છે. લાંબા સમયથી રાષ્ટ્રપતિ પદ પર રહેલા વ્લાદિમીર પુતિન ફરી એકવાર 88 ટકા મતો સાથે જીત્યા છે. તેઓ 2012થી રશિયાના રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે. પુતિન રશિયાના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. વ્લાદિમીર પુતિન 2030 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે.

રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશને કહ્યું કે મતદાન સમાપ્ત થયા બાદ 24 ટકા મતવિસ્તારોમાં મત ગણતરીના પ્રારંભિક વલણો આવ્યા છે. મતગણતરીથી જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનની તરફેણમાં લગભગ 88 ટકા મત પડ્યા છે. પુતિન 71 વર્ષના છે. રશિયામાં ત્રણ દિવસીય રાષ્ટ્રપતિ ચૂંટણી શુક્રવારથી શરૂ થઈ છે. પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા.
રૉઇટર્સના અહેવાલ મુજબ પોલસ્ટર પબ્લિક ઓપિનિયન ફાઉન્ડેશન (એફઓએમ)ના એક્ઝિટ પોલ અનુસાર, પુતિનને 87.8% મત મળ્યા, જે રશિયાના સોવિયેત પછીના ઇતિહાસમાં સૌથી મોટું પરિણામ છે. રશિયન પબ્લિક ઓપિનિયન રિસર્ચ સેન્ટર (VCIOM) એ પુતિનને 87% પર મૂક્યા છે. પ્રારંભિક સત્તાવાર પરિણામો દર્શાવે છે કે મતદાન સચોટ હતું.
પ્રારંભિક પરિણામો અનુસાર, સામ્યવાદી ઉમેદવાર નિકોલાઈ ખારીટોનોવ 4% કરતા ઓછા મતો સાથે બીજા સ્થાને આવ્યા હતા. વ્લાદિસ્લાવ દાવાન્કોવ ત્રીજા અને અલ્ટ્રા-નેશનલિસ્ટ લિયોનીડ સ્લત્સ્કી ચોથા ક્રમે આવ્યા હતા. કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ પુતિન કે જેઓ 1999માં પ્રથમ વખત સત્તામાં આવ્યા હતા, તેમણે ચૂંટણી પરિણામો પછી યુએસ અને પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું હતું કે જંગી બહુમતીએ સાબિત કરી દીધુ છે કે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયને દેશની જનતાનુ સમર્થન મળ્યું છે
પુતિને ચૂંટણી જીત્યા પછી એક સંબોધનમાં કહ્યું, "કોણ અને કેટલું તેઓ અમને ડરાવવા માંગે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, એનાથી કોઈ ફરક નથી પડતો કે કોણ કે કેટલુ તે અમારી ઇચ્છા, અમારી ચેતનાને દબાવવા માંગે છે, ઈતિહાસમાં ક્યારેય આ રીતે (ચૂંટણીમાં) કોઈને સફળતા મળી નથી." તેમણે પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે "તેમની પદ્ધતિઓ આજે કામ કરતી નથી અને ભવિષ્યમાં પણ કામ કરશે નહીં."
રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશન અનુસાર, પુતિને લગભગ 87 ટકા વોટ જીત્યા છે અને લગભગ 60 ટકા વિસ્તારોમાં વોટની ગણતરી કરવામાં આવી છે. પ્રારંભિક પરિણામો અનુસાર, સામ્યવાદી ઉમેદવાર નિકોલે ખારીતોનોવને 4 ટકાથી ઓછા મત મળ્યા છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે મતદાન બંધ થયું ત્યારે દેશભરમાં મતદાન 74.22 ટકા હતું, જે 2018ના 67.5 ટકાના સ્તરને વટાવી ગયું હતું.
વ્લાદિમીર પુતિનની જીત વિશે ક્યારેય કોઈ શંકા નહોતી, કારણ કે તેમના મોટાભાગના ટીકાકારો કાં તો જેલમાં છે અથવા મૃત્યુ પામ્યા છે અને ક્રેમલિને પુતિન સામેના વિરોધને નિર્દયતાથી દબાવી દીધા છે. રશિયાના સૌથી અગ્રણી નેતા અને પુતિનના હરીફ એલેક્સી નવલ્નીનું ગયા મહિને આર્કટિક જેલમાં અવસાન થયું હતું.
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ચૂંટણીઓ સ્પષ્ટપણે મુક્ત અથવા ન્યાયી નથી, કારણ કે પુતિને રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દીધા છે અને અન્ય ઉમેદવારોને તેમની સામે લડતા અટકાવ્યા છે." વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું હતું. યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ ડેવિડ કેમેરોને ટ્વિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મતદાન "જેટલુ મુક્ત અને ન્યાયી બતાવવાની કોશિશ કરવામાં આવી, તે એટલુ હતુ નહિ.''
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "આ ચૂંટણી છેતરપિંડીની કોઈ કાયદેસરતા નથી અને હોઈ શકે નહીં". ફેબ્રુઆરી 2022માં પુતિનના યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કર્યાના બે વર્ષ કરતાં થોડો વધુ સમય પછી ચૂંટણી યોજાઈ હતી, વિપક્ષી ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચારમાં પુતિનની પ્રશંસા કરી હતી.
જો કે, મતગણતરી વચ્ચે, એલેક્સી નેવલનીના સમર્થકોએ ઘણી જગ્યાએ જોરદાર દેખાવો કર્યા હતા અને પુતિને પણ ચૂંટણી જીત્યા પછી પહેલીવાર એલેક્સી નેવલનીને સંબોધિત કરીને કહ્યું હતું કે, "તેમણે પશ્ચિમી દેશોમાં બંધક કરાયેલા કેદીઓને મુક્તિ બદલામાં એલેક્સી નવલનીને મુક્ત કરવાની દરખાસ્તનુ સમર્થન કર્યુ હતુ." પુતિને કહ્યું, "જે વ્યક્તિ મારી સાથે આ બાબતે વાત કરી રહ્યો હતો તેણે પોતાનું વાક્ય પૂરું ન કર્યું અને મેં કહી દીધુ હતુ કે હું સંમત છું'."
He ganado las elecciones de 2024 y las de 2030 también! Vodka gratis para todos! pic.twitter.com/l7eJRwcD60
— Vladímir Putin 🇷🇺ᴾᵃʳᵒᵈʸ (@TheBigBossPutin) March 17, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
