For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા સાથે શાંતિ માટે અમે ન્યૂટ્રલ સ્ટેટસ સ્વીકાર કરવા માટે તૈયારઃ વોલોદિમીર ઝેલેંસ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યુ કે તે રશિયા સાથે શાંતિ માટે તટસ્થ સ્થિતિ(ન્યૂટ્રલ સ્ટેટસ) સ્વીકાર કરવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યુ કે તે રશિયા સાથે શાંતિ માટે તટસ્થ સ્થિતિ(ન્યૂટ્રલ સ્ટેટસ) સ્વીકાર કરવા માટે તૈયાર છે. આ સમજૂતીની કોઈ ત્રીજો પક્ષ ગેરેન્ટી લઈ શકે છે અને આના પર વોટિંગ લઈ શકાય છે. ઝેલેંન્કીએ રશિયાના પત્રકારો સાથે વાત કરીને કહ્યુ કે રશિયાની સરકારે રશિયાના મીડિયાને ચેતવણી આપી છે કે તે રિપોર્ટીંગથી દૂર રહે. ઝેલેંસ્કીએ પોતાનુ સંબોધન રશિયન ભાષામાં આપ્યુ, તે પહેલા પણ આવુ કરી ચૂક્યા છે. જ્યારે ઝેલેંસ્કીને રશિયા પર નિશાન સાધવાનુ હોય ત્યારે એ રશિયન ભાષામાં સંબોધન આપે છે. ઝેલેંસ્કીએ કહ્યુ કે રશિયન હુમલાએ યુક્રેનમાં રશિયા રશિયન ભાષા બોલતા શહેરો પર હુમલો કર્યો છે, આ હુમલો ચેચેન્યા યુદ્ધથી પણ ખરાબ છે.

Volodymyr Zelenskiy

ઝેલેંસ્કીએ કહ્યુ કે સુરક્ષાની ગેરેન્ટી અને તટસ્થતા તેમજ બિન પરમાણુ સ્ટેટસ અમે આ બધી વસ્તુઓ માટે તૈયાર છે. આ અમારા માટે સૌથી મહત્વનુ છે. પરંતુ અમે રશિયાની એ માંગને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે જેમાં તેમણે યુક્રેનના વિસૈન્યીકરણની માંગ કરી છે. ઝેલેંસ્કીએ કહ્યુ કે રશિયા સાથે કોઈ પણ પ્રકારની શાંતિ સમજૂતી ત્યાં સુધી ના થઈ શકે જ્યાં સુધી યુદ્ધ વિરામ ન થાય અને સેનાને પાછી બોલાવવામાં ન આવે. સાથે જ ઝેલેંસ્કીએ કહ્યુ કે જે વિસ્તારો પર રશિયાએ કબ્જો કરી લીધો છે તે એને સૈન્ય તાકાતથી પાછુ લેવાની કોશિશ નહિ કરે કારણકે આનાથી ત્રીજુ વિશ્વયુદ્ધ થઈ શકે છે. ઝેલેંસ્કીએ કહ્યુ કે તે પૂર્વી ડોનબાસ વિસ્તારમાં સમજૂતી માટે તૈયાર છે જેને રશિયા પોતાની સમર્થિત સેનાથી 2014થી નિયંત્રિત કરી રહ્યુ છે.

રશિયા દ્વારા મારિયુપોલ પર હુમલાને લઈને ઝેલેંસ્કીએ કહ્યુ કે શહેરના બધા પ્રવેશ અને નિકાસને બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરની અંદર માનવીય સંવેદનાઓને તાર-તાર કરી દેવામાં આવી છે કારણકે અહીં ભોજન પહોંચાડવુ, દવા અને પાણી પહોંચાડવાનુ સંભવ નથી. મને ખબર નથી કે રશિયાની સેનાઓએ બીજો કોઈ સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો છે. વળી, રશિયાએ યુક્રેનના આરોપોને ફગાવી દીધા છે.

English summary
Volodymyr Zelenskiy says Ukraine is prepared to discuss adopting a neutral status
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X