For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ NATOના નિર્ણયની નિંદા કરી, યુક્રેનને નો-ફ્લાય ઝોનમાંથી બહાર કરવા પર થયા નારાજ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે યુક્રેનને નો-ફ્લાઈ ઝોનમાંથી બહાર કરવા પર નાટોના નિર્ણયની નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ રશિયા સાથે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે યુક્રેનને નો-ફ્લાઈ ઝોનમાંથી બહાર કરવા પર નાટોના નિર્ણયની નિંદા કરી છે. ઝેલેંસ્કીએ કહ્યુ, 'આજે એક નાટો શિખર સંમેલન થયુ. આ એક નબળુ શિખર સંમેલન હતુ, એક ભ્રમિત શિખર સંમેલન, એક એવુ શિખર સંમેલન જે દર્શાવે છે કે સહુ કોઈ યુરોપમાં સ્વતંત્રતાની લડાઈને નંબર એક લક્ષ્ય નથી માનતુ.' ઝેલેંસ્કીએ સૈન્ય ગઠબંધનના સભ્યો પર રશિયાને યુક્રેની શહેરો અને ગામો પર તોપમારો શરુ કરવા માટે સિગ્નલ આપવાનો આરોપ લગાવ્યો.

volodymyr zelenskyy

રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યુ કે નાટો દેશોએ નરેટિવ સેટ કર્યો છે કે જો યુક્રેનને નો-ફ્લાઈ ઝોન કરી દેવામાં આવે તો નાટો સામે રશિયાની સીધી આક્રમતા ભડકી જશે. સીએનએને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીના હવાલાથી કહ્યુ, 'આ એ લોકોનુ આત્મસંમોહન છે જે અંદરથી નબળા, અસુરક્ષિત છે, આ તથ્ય છતાં કે તેમની પાસે અમારાથી અનેક ગણા શક્તિશાળી હથિયાર છે.'

રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેંસ્કીએ આ પ્રતિક્રિયા નાટો મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગ દ્વારા શુક્રવારે યુક્રેન પર પોલિસને નો-ફ્લાઈ ઝોન તરીકે ફગાવી દીધા બાદ આવી છે. નાટોએ એ પણ ચેતવણી આપી છે ક આ રીતના પગલાંથી રશિયા સાથે યુરોપમાં વ્યાપક યુદ્ધ ભડકી શકે છે. નાટો મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગે સ્પષ્ટ કર્યુ કે નાટો યુક્રેન પર નો-ફ્લાઈ ઝોન નહિ લગાવે. નાટોના આ નિર્ણય પર સહયોગીઓએ સંમતિ વ્યક્ત કરી છે કે નાટો પાસે યુક્રેનની ઉપરથી ચાલતા વિમાન ન હોવા જોઈએ.

આ પહેલા એક વીડિયો સંદેશમાં યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ નાટોને બહુ મોડુ થઈ ગયા પહેલા કાર્યવાહી કરવાનુ આહ્વાન કર્યુ હતુ. કુલેલાએ કહ્યુ, 'જો તમે અમારી મદદ નહિ કરો, તો મને ડર છે કે તમારે નાટો યુક્રેની નાગરિકોના જીવન અને પીડા માટે જવાબદારી શેર કરવી પડશે, જે ક્રૂર રશિયન પાયલટો દ્વારા એમના પર બૉમ્બ ફેંકવાના કારણે મરી રહ્યા છે.'

English summary
Volodymyr Zelenskyy slams NATO decision not to implement no-fly zone over Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X