For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રીન કાર્ડ બિલ પર આજે અમેરિકી કોંગ્રેસમાં વોટિંગ, હજારો ભારતીયોને ફાયદો થઈ શકે

ગ્રીન કાર્ડ બિલ પર આજે અમેરિકી કોંગ્રેસમાં વોટિંગ, હજારો ભારતીયોને ફાયદો થઈ શકે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી કોંગ્રેસમાં આજે એક એવા બિલ પર વોટિંગ થનાર છે જે પાસ થવાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ભારે ફાયદો થઈ શકે છે. યૂએસ કોંગ્રેસમાં આજે ગ્રીન કાર્ડ પર રજૂ કરવા પર નકકી સીમાે ખતમ કરવા માટે મહત્વનું વોટિંગ થનાર છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં વસતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે બહુ ફાયદાકારક સાબિત થતું આવ્યું છે.

us green card

290 વોટ્સની જરૂરત

ગ્રીન કાર્ડ મળ્યા બાદ કોઈપણ વ્યક્તિને અમેરિકામાં સ્થાયી રીતે વસવા અને કામ કરવાની સત્તાવાર મંજૂરી મળી જાય છે. ભારતીય આઈટી કશળ પ્રોફેશનલ્સ એચ-1બી વીજા પર અમેરિકા આવે છે. આ ભારતીય પ્રોફેશન સિસ્ટમને કારણે ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આ ઈમીગ્રેશન સિસ્ટમ અંતર્ગત દરેક દેશ માટે ગ્રીન કાર્ડ માત્ર સાત ટકા ક્વૉટા જ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે કોઈપણ દેશના માત્ર 7 ટકા લોકોને જ કાનૂની તરીકે અમેરિકામાં સ્થાયી રીતે વસવાની મંજૂરી મળી શકે છે. ગ્રીન કાર્ડ સાથે જોડાયેલ જે બિલ પર આજે અમેરિકી કોંગ્રેસમાં વોટિંગ તનાર છે, તેને 203 ડેમોક્રેટ્સ અને 108 રિપબ્લિકન્સનું સમર્થન હાંસલ છે.

ભારતને કેવી રીતે ફાયદો થશે

આ બીલને HR1044ના નામે પણ ઓળખવામાં આવે છે. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે સાત જુલાઈથી શરૂ થયેલ અમેરિકી કોંગ્રેસના સત્રમાં આ બિલ પર સૌથી વધુ નજર છે. રિપબ્લિકન્સ આ બિલને કો-સ્પોન્સર કરી રહ્યા છે. આ બિલને કોઈપણ દલીલ અને સંશોધન માટે પાસ થવા માટે 290 વોટ્સની જરૂરત છે. કોઈપણ દેશ માટે નક્કી ગ્રીન કાર્ડની સીમાને જો હટાવી લેવામાં આવે છે તો ભારત જેવા દેશોને મોટો ફાયદો થશે. અહીંના પ્રોફેશનલ્સને દસ વર્ષથી વધુ સમય સુધી ગ્રીન કાર્ડ મળવાનો ઈંતેજાર કરવો પડે છે. હાલમાં જ થયેલ કેટલાક અધ્યયનોમાં આ વાત સામે આવી છે કે આવા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ જે એચ-1બી વીજા પર અમેરિકા પહોંચ્યા છે, તેમણે 70 વર્ષથી વધુ સમય સુધી ગ્રીન કાર્ડનો ઈંતેજાર કરવો પડે છે.

MUST READ: હવે બેંક એકાઉન્ટ અને મોબાઇલ સિમ માટે આધાર કાર્ડ જરૂર નથીMUST READ: હવે બેંક એકાઉન્ટ અને મોબાઇલ સિમ માટે આધાર કાર્ડ જરૂર નથી

English summary
Voting in the US Congress on the green card bill today, can benefit thousands of Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X