નોકરી માટે નીલી ખૂબસૂરત આંખો વાળી છોકરીઓ જોઈએ છે, જાહેરાત બાદ મામલો કોર્ટ પહોંચ્યો
ઘણી કંપની નોકરી માટે ખાસ પ્રકારની શરતો રાખતી હોય છે. જો કે હવે અમેરિકાની એક એરલાઈને નોકરી માટે એક એવી શરત રાખી કે મામમો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
નોકરી માટે અમેરિકાની એક એરલાઈને વિચિત્ર શરત રાખી છે અને તેને લઈને તે લોકોના નિશાને ચડી છે. આ એરલાઈન માત્ર બ્લૂ આંખોવાળી છોકરીઓને જ નોકરી આપે છે. આ સિવાય આવી જ ઘણી વિચિત્ર શરતો છે.

અહેવાલો અનુસાર, અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સ પર રોજગાર મુદ્દે ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો છે. આ એરલાઈન અમુક ખાસ વિશેષતા ધરાવતા લોકોને જ નોકરી આપી રહી છે. ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં એટેન્ડન્ટની નોકરી માટે બ્લુ આઈડ ગર્લ્સ તેમની પ્રથમ પસંદગી છે.
આ ઉપરાંત દેખાવમાં યુવાન અને પાતળા હોવાની શરત પણ રાખવામાં આવી છે. આ માટે અનુભવની પણ અવગણના કરવામાં આવી રહી છે.
હવે એરલાઈન્સની બે ફ્લાઈટ એટેન્ડન્ટે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ મામલો કોર્ટમાં લઈ ગઈ છે. તેમનો દાવો છે કે આ કારણોસર તેને લોસ એન્જલસ ડોજર્સ બેઝબોલ ટીમ માટે ચાર્ટર ફ્લાઇટ્સ પર કામ કરવાની મંજૂરી આપવામાં ન આવી.
50 વર્ષની ડોન ટોડ અને 44 વર્ષની ડાર્બી ક્યુજાદાએ આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે તેઓને સમાન કારણોસર બહાર કરી દેવાયા. બંનેએ એરલાઈન્સને 15 વર્ષથી વધુ સમય આપ્યો છે. આમ છતાં તેમને તક આપવામાં આવી નહીં.
તેણીને માત્ર એટલા માટે તક આપવામાં આવી નથી કારણ કે તે વ્હાઈટ નથી. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, થોડા દિવસો પછી આ કેસમાં સુનાવણી છે અને એરલાઈન્સનો પક્ષ હજુ આવ્યો નથી.












Click it and Unblock the Notifications
