For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુદ્ધારંભ? ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી મોટો હુમલો

યુદ્ધારંભ? ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી મોટો હુમલો

|
Google Oneindia Gujarati News

બગદાદઃ ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં શનિવારે કત્યૂષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકી દૂતાવાસ નજીક આ મિસાઈલ ખાબકી. આ ઉપરાંત અમેરિકી એરબેસ પર પણ રોકેટથી હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કોઈપણ જાનહાની થઈ નથી. શુક્રવારે ઈરાને અમેરિકાને હુમલાની ધમકી આપી ત્યારે જ ઈરાને મિસાઈલ દાગી હતી. આ રોકેટ હુમલાની પણ ધમકી સાથે જ જોડીને જોવામાં આવી રહ્યો છે.

rocket attack

રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસમાં બે રોકેટ દાગવામાં આવી. જે સ્થળે આ હુમલો કરવામાં આવ્યો ત્યાંથી જરાક જ દૂર અમેરિકી દૂતાવાસ પણ છે. હાલ કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલમ મળ્યા નથી. જ્યારે બીજી તરફ મધ્ય ઈરાકના બલાદ એરબેસ પર પણ બે રોકેટ દાગવામાં આવી. હુમલા બાદ આકાશમાં અમેરિકી હેલિકોપ્ટર ટૂકડી જોવા મળી. આ અમેરિકી સુરક્ષાબળોનું સૈન્ય ઠેકાણું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બગદાદના ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ પાસ કત્યૂષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન અવા અહેવાલ આવી રહ્યા છે કે ઈરાકી હિજ્બુલ્લાએ દેશના સુરક્ષા બળોને કહ્યું કે તેઓ અમેરિકી દૂતાવાસથી એક કિલોમીટર દૂર ચાલી જાય.

ઉલ્લેખનીય છે કે ઈરાકમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં ઈરાનના કુદ્સ ફોર્સના ચીફ જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે તે બગદાદ સ્થિત એરપોર્ટ જઈ રહ્યા હતા. સુલેમાનીના મોતથી વિફરેલ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાનો બદલો લેવાનો સંકલ્પ લીધો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપીડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણે હુમલો કરવાની ધમકી આપી

English summary
war started? Rocket attacks on air base of US Embassy in Baghdad iraq
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X