ઢાકામાં સામે આવ્યો મોટી દુર્ઘટના, 20 યાત્રિઓ વાળી વોટરબસ પલટી 4 લોકોના મૌત
બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના સમે આવી છે. જયાં 20 યાત્રીઓને લઇને જઇ રહેલી નાવ ડૂબી ગઇ હતી. દુર્ઘટનામાં ચાર લોકોની મોત થઇ ગઇ હતી. આ દુર્ઘટના ઢાકા સ્થિત બુરિગંગા નદીમાં કેરિનીગજ સ્થિત તૈલઘાટ પાસે થયો હતો.

દુર્ઘટના રવિવારની રાત્રે 8:15 વાગે બની હતી. જ્યારે વોટરબસ યાત્રીઓને લઇને ઢાકાના સદરઘાટથી તૈલઘાટ જઇ રહી હતી. આ દરમિયાન તે બાલુ ભરેલી નાવ સાથએ ટકરાઇ હતી. દુર્ઘટના બાદ ઘટના સઅથળે પર રાહત અને બચાવ કામગીરી માટે કોસ્ટ ગાર્ડની ટીમ આવી પહોચી હતી.
અધિકારીયોએ જણાવ્યુ હતુ કે, રાહત અને બચાવ કામગીરી હજી ચાલી રહી છે. અત્યાર સુધી નાવમાં સવાર 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે નાવમાં સવાલ ઘણા યાત્રી પણ લાપતા છે. જેમની તલાશ કરવામાં આવી રહી છે. સદરઘાટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઘણા લોકો જે નાવ પર સવાર હતા. તેમની તલાશ ચાલી રહી છે .
ફાયર સરિવિસ એન્ડ સિવિલ ડિફેન્સ એક્ટિ ઓફિસર શાહજહા સરદારએ જણાવ્યુ હતુ કે, 8 લોકો બચાવામાં આવ્યા છે. જેમાથી ચાર પુરુષ અને ત્રણ મહિલા એક બાળકનો સમાવેશ થાય છે. સર સલીમુલ્લાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ડાયરેક્ટર બિગેડિયર જનલ રાશિદ ઉન નબીએ કહ્યુ કે, મૃતકોના શબને મોકલવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
