For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાનને લઈને અમને કોઈ પણ પ્રકારનો ભ્રમ નથીઃ USA

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના રાષ્ટ્રીય સલાહકાર જેક સલિવને કહ્યુ કે રાષ્ટ્રપતિ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાના મૂડમાં નથી.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના રાષ્ટ્રીય સલાહકાર જેક સલિવને કહ્યુ કે રાષ્ટ્રપતિ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાના મૂડમાં નથી. અમેરિકાને તાલિબાનને લઈને કોઈ પણ પ્રકારનો કોઈ ભ્રમ નથી. આ પહેલા બાઈડને કહ્યુ હતુ કે તાલિબાન ખુદને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યુ છે અને તેમણે વચન આપ્યુ છે પરંતુ અમે જોઈશુ કે તે આ વચનોને પૂરા કરે છે કે નહિ. હું કોઈના પર પણ ભરોસો કરતો નથી.

usa

અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર નીકળવાની સતત કોશિશ થઈ રહી છે. આ દરમિયાન અમેરિકી એનએસએએ કહ્યુ કે અમેરિકા તાલિબાનથી રોજ વાત કરી રહ્યુ છે, અમેરિકા દરેક પાસાં પર ચર્ચા કરી રહ્યુ છે પરંતુ આ વાતચીત છતાં કાબુલ એરપોર્ટ પર અમેરિકી સેના ઘણા પડકારોનો સામનો કરી રહ્યુ છે. સેના આતંકી સંગઠન આઈએસઆઈસના ગંભીર જોખમનો સામનો કરી રહ્યુ છે. અમેરિકી પ્રશાસનનો ભરોસો છે કે 31 ઓગસ્ટ સુધી તે બધા અમેરિકી લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી લેશે.

તમને જણાવી દઈએ કે અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી પોતાની સેનાને અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછી બોલાવી લેવાનુ એલાન કર્યુ હતુ. આ એલાન બાદ માત્ર 10 દિવસમાં જ તાલિબાને અફઘાનિસ્તાનના મોટા શહેરો પર નિયંત્રણ કરી લીધુ. આ દરમિયાન કાબુલમાં લોકો કોઈ પણ પ્રકારે પોતાનો જીવ બચાવીને દેશ છોડવા માટે આતુર દેખાયા. હાલમાં કાબુલ એરપોર્ટ અમેરિકાના નિયંત્રણમાં છે અને અહીંથી લોકોને બહાર કાઢવાની કોશિશ સતત ચાલુ છે. અમેરિકાએ દાવો કર્યો છે કે 14 ઓગસ્ટથી અત્યાર સુધી 48 હજાર લોકોએ અફઘાનિસ્તાનથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.

English summary
We have no confusion about Taliban evacuation continues: USA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X