અમેરિકી રાષ્ટ્રપતિઓને રિટાયર્મેન્ટ બાદ કઈ કઈ સુવિધાઓ મળે? પરિવાર માટે છે ખાસ જોગવાઈ
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સાથે જો બાયડન અમેરિકી રાષ્ટ્રપતિ પદેથી નિવૃત થઈ રહ્યાં છે. નિવૃત થયા બાદ બાયડનને ઘણી સુવિધાઓ મળશે.
અહેવાલો અનુસાર, જો બાઈડન તેમના વતન ડેલવેરમાં સમય વિતાવશે. જ્યાં તેઓ ડેલવેર યુનિવર્સિટીમાં તેમના નામ પરથી બનાવવામાં આવેલી સંસ્થામાં નીતિ નિર્માણ પર કામ કરશે.

જો બાઈડનનું સૌથી મોટું સપનું ડેલવેરમાં રાષ્ટ્રપતિ પુસ્તકાલય બનાવવાનું છે. જેના માટે તે ભંડોળ એકત્ર કરશે. જણાવી દઈએ કે નિવૃત્ત અમેરિકન રાષ્ટ્રપતિને વાર્ષિક પેન્શન મળે છે, જે કેબિનેટ સચિવના પગાર જેટલું હોય છે.
અમેરિકામાં કેબિનેટ સચિવોનો વાર્ષિક પગાર $246,400 એટલે કે 2.13 કરોડ રૂપિયા છે. આ પગાર રાષ્ટ્રપતિના પગાર કરતાં ઓછો છે, જે વાર્ષિક $400,000 ( 3.4 કરોડ) છે.
ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને ઓફિસ અને સ્ટાફ માટે સરકારી સહાય મળે છે. જેમાં ઓફિસનું ભાડું, સાધનો અને સ્ટાફના પગાર સામેલ છે. આ સુવિધા તેમને જીવનભર મળે છે.
આ ઉપરાંત નિવૃત્ત રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને આજીવન સીક્રેટ સેવા સુરક્ષા આપવામાં આવે છે. તેમના બાળકોને ૧૬ વર્ષની ઉંમર સુધી સુરક્ષા આપવામાં આવે છે. સરકાર તમામ સુરક્ષા ખર્ચ ઉઠાવે છે.
આ સિવાય જો નિવૃત્ત રાષ્ટ્રપતિ કોઈ સરકારી કાર્યક્રમના ભાગ રૂપે મુસાફરી કરે તો તેનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. નિવૃત્ત અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને જીવનભર મફત તબીબી સુવિધાઓ મળે છે. આ તમામ ખર્ચ સરકાર ભોગવે છે.
કોઈપણ પ્રકારના ઓપરેશનનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મૃત્યુ પછી તેમને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
જણાવી દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિની નિવૃત્તિ પછી તેમને ઘણી સુવિધાઓ મળે છે. પરંતુ નિવૃત્ત રાષ્ટ્રપતિને સત્તાવાર રીતે કોઈ ઘર મળતું નથી.












Click it and Unblock the Notifications
