શું છે બ્લેક હોલ? કેમ કેટલાક વૈજ્ઞાનિકો તેને બીજી દુનિયાનો દરવાજો માની રહ્યાં છે?

રહસ્યોથી ભરેલા બ્રહ્માંડને ઉકેલવા માટે હજાર વૈજ્ઞાનિકો લાગ્યા છે. આ બ્રહ્માંડમાં વૈજ્ઞાનિકોને બ્લેક હોલ સૌથી વધુ રોમાંચિત કરે છે અને તેમાં રહેલા રહસ્યો ઉકેલવા વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં જ ભારતીય અવકાશ એજન્સી ISRO એ સેટેલાઇટ XPoSat ને બ્લેક હોલના સ્ટડી માટે રવાના કર્યો છે. બ્લેક હોલ વૈજ્ઞાનિકો માટે કેટલો મહત્વનો છે તેનો આ પુરાવો છે.

black hole

ધણી ફિલ્મોમાં બ્લેક હોલ દર્શાવાયા છે. ફિલ્મોમાં જોવા મળે છે કે બ્લેક હોલ બીજી દુનિયાનો દરવાજો ખોલે છે અને આ દરવાજા દ્વારા એલિયન્સ આપણી દુનિયામાં પહોંચે છે. હવે આ થિયરી ખરેખર સાચી છે કે ખોટી તેને ઉકેલવા વૈજ્ઞાનિકો કામે લાગેલા છે.

બ્લેક હોલને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને કહેવાય છે કે તેમાં હજારો સૂર્યોની ઊર્જા ભરેલી છે. બ્લેક હોલમાંથી અત્યંત શક્તિશાળી ગુરુત્વાકર્ષણીય તરંગો બહાર આવે છે. બ્લેક હોલ કેટલાંક અબજ વર્ષો સુધી ટકી શકે છે.

કેટલાક બ્લેક હોલ ખૂબ નાના હોય છે અને કેટલાક ખૂબ મોટા હોય છે. બ્લેક હોલ એ અવકાશનો એક વિસ્તાર છે જ્યાં કંઈપણ વિશાન પામે છે. તેમની ગુરુત્વાકર્ષણ શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે પ્રકાશ પણ તેમાંથી બહાર આવી શકતો નથી.

ઘણા વૈજ્ઞાનિકો બ્લેક હોલ વિશે ત્યાં સુધી કહે છે કે, કોઈ પણ સ્ટારના મોત પછી તે તેના પોતાના વજનને કારણે અંદર તરફ સંકોચાય છે, જેના કારણે બ્લેક હોલ બને છે. તે એક એવું શૂન્યાવકાશ બની જાય છે જે તેની નજીકની વસ્તુઓને પોતાની અંદર ખેંચી લે છે. તે સૂર્યને પોતાની અંદર પણ સમાવી શકે છે.

બ્લેક હોલ કેવી રીતે બને છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જ્યારે બ્લેક હોલ એકબીજાની નજીક આવે છે, ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ શક્તિશાળી હોય છે.

અવકાશ એજન્સીઓને એવા ઘણા સંકેતો મળ્યા છે જે અબજો વર્ષો પહેલાથી આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બ્રહ્માંડની રચનામાં બ્લેક હોલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ જ કારણ છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં બ્લેક હોલ પ્રત્યે રસ વધી રહ્યો છે.

વૈજ્ઞાનિકોએ ક્યારેય અન્ય વિશ્વના દરવાજા ખોલવાના વિચારને સ્પષ્ટપણે નકાર્યો નથી, જો કે બ્લેક હોલની બહાર બીજી દુનિયા હોઈ શકે છે તે સિદ્ધાંત ક્યારેય સાબિત થયો નથી. અત્યાર સુધી આ માત્ર ફિલ્મોમાં જ જોવા મળ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X