G-20 Summit: વિશ્વના દિગ્ગજો વચ્ચે મોદીએ ઊઠાવ્યા આ પ્રશ્નો
બ્રિસ્બેન, 16 નવેમ્બર: વિદેશોથી કાળા નાણુ પાછું લાવવાના ભારતના પ્રયાસોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરચોરી કરનારાઓને આશ્રય આપતા દેશો સહિત પ્રત્યેદ દેશો સાથેની સંધીઓમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ અનુસાર, કર સંબંધી ઉદ્દેશ્યો માટે સૂચનાઓ આપવા જણાવ્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'બ્રિસ્બેન પ્રદર્શની અને સમ્મેલન કેન્દ્ર'માં આયોજિત જી-20 શિખર સંમેલનના બીજા અને છેલ્લા દિવસે 'ડિલીવરિંગ ગ્લોબલ ઇકોનોમિક રેજિલિઅન્સ' વિષય પર પૂર્ણ સત્ર દરમિયાન આ બાબતો કહી. મોદીએ એ આશા પણ વ્યક્ત કરી કે 'બેઝ ઇરોઝન એંડ પ્રોફિટ શેયરિંગ' વ્યવસ્થા વિકાસશીલ અને વિકસિત અર્થવ્યવસ્થાઓની ચિંતાઓનું પૂર્ણ સમાધાન કરશે.


વડાપ્રધાને એ પણ જણાવ્યું કે મૂડી અને પ્રૌદ્યોગિકીની ગતિશીલતાને કર વંચન અને લાભ સ્થાનાંતરણ માટે નવા અવસર પેદા કર્યા છે. મોદીએ વિશ્વ સમુદાયને સમન્વિત ફેસલા કરવાની જરૂરીયાત પર પણ ભારત આપ્યું. તેમણે જણાવ્યું, 'મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે નીતિગત સમન્વયની જરૂરીયાત બનેલી છે.'













Click it and Unblock the Notifications
