ટાઈટન સબમરીનને ડુબાડનાર કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન શું છે? જાણો કેટલુ ખતરનાક હોય છે?

ટાઈટેનિકના કાટમાળને જોવા ગયેલા 5 લોકોના દર્દનાક મોત સાથે એડવેન્ચર સફરનો અંત આવ્યો છે. ટાઈટન નામની આ સબમરીનમાં વિસ્ફોટ થયા બાદ તે ફાટી જતા તેમા સવાર તમામ લોકોના મોત થયા છે. હવે ઘટના કેવી રીતે ઘટી તેને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે.

જાણકારો માને છે કે, ટાઇટન સબમરીન ડૂબવાનું કારણ કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન છે. આના કારણે ટાઇટન સબમરીનની અંદર કંઈક એવું થયું હશે કે તેણે કામ કરવાનું બંધ કરી દીધું અને તે એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ કે તે ટાઈટેનિકની નજીક જ ફાટી ગઈ.

Titan submarine

કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન એક પ્રક્રિયા છે અને તે ત્યારે થાય છે જ્યારે સબમરીનના અંદરના ભાગમાં દબાણ વધે અને ખરાબ રીતે નુકસાન થાય. આમ થયા પછી તે કામ કરવાનું બંધ કરી દે છે.

હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર, આવી પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ મર્યાદિત જગ્યામાં વધુ પડતું દબાણ હોય અને જો સબમરીનમાં તે દબાણને હેન્ડલ કરવાની ક્ષમતા ન હોય. આના કારણે આંતરિક વિસ્ફોટ થાય છે અને સબમરીનને નુકસાન થાય છે.

અહેવાલો અનુસાર, ટાઇટન સબમરીનમાં આ પાંચ અબજોપતિ સવાર હતા તેની ક્ષમતા 4 હજાર મીટર સુધીની હતી પરંતુ દબાણ આનાથી વધુ હતું. ટાઇટન સબમરીન બનાવનારી કંપનીનું કહેવું છે કે જ્યારે આ લોકો સાથે સંપર્ક તૂટ્યો તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું.

આના માટે અમેરિકા અને કેનેડાની નૌકાદળ લગાવી હતી પણ 4 દિવસ સુધી ખબર ન મળ્યા. કંપનીએ દાવો કર્યો હતો કે સંપર્ક ગુમાવ્યા પછી ટાઇટન સબમરીન પાસે 96 કલાકનો ઓક્સિજન હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X