ટ્રમ્પની સભામાં હંગામો, રેલીમાં પહોંચ્યા બંદૂકધારી

Subscribe to Oneindia News

અમેરિકી રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સભામાં આજે સવારે હંગામો થયો હતો. ટ્રમ્પ નેવાડાના રેનોમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ભીડમાં જ એક વ્યક્તિ પાસે બંદૂક હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તરત જ ટ્રમ્પને સ્ટેજ પરથી તાલકાલિક હટાવી લીધા હતા અને ત્યારબાદ રેલીમાં અફડા તફ્ડી મચી ગઇ હતી.

trump


તમને જણાવી દઇએ કે ભીડમાં કોઇકે બૂમ પાડી કે જુઓ આની પાસે બંદૂક છે. બસ ત્યારબાદ રેલીમાં હંગામો થઇ ગયો. અમેરિકી ચેનલોમાં અમુક લોકોનું કહેવુ છે કે આ હરકત ટ્રંપની સામે એક પ્રકારનું ષડયંત્ર હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ મામલે આરોપી શખ્શની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પ્રાથમિક અહેવાલમાં જે જાણકારી મળી તેમાં તેની પાસેથી બંદૂક મળી જ નહિ. જો કે મામલો થાળે પડતા જ ટ્રમ્પ ફરીથી સ્ટેજ પર પહોંચ્યા અને પોતાનું ભાષણ પૂરુ કર્યુ અને સુરક્ષાકર્મીઓના ભરપેટ વખાણ કર્યા.

English summary
White House hopeful Donald Trump was on Saturday bundled off stage by security officers during a campaign appearance in Reno, Nevada
Please Wait while comments are loading...