For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનુ રાજનીતિકરણ કરવુ આગ સાથે રમવા સમાનઃWHOના ચીફ ટેડરૉસ

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડરૉસ એડહૉનમ ગેબ્રેસિયસે કહ્યુ છે કે કોવિડ 19 જેવી મહામારીનુ રાજનીતિકરણ કરવુ આગ સાથે રમવા સમાન છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડરૉસ એડહૉનમ ગેબ્રેસિયસે કહ્યુ છે કે કોવિડ 19 જેવી મહામારીનુ રાજનીતિકરણ કરવુ આગ સાથે રમવા સમાન છે. તેમનુ આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંગઠન પર અપનાવવામાં આવેલ આક્રમક વલણ બાદ આવ્યુ છે. ટ્રમ્પે મંગળવારે સંગઠન પર માહિતી છૂપાવવા અને ચીનની ફેવર કરવાનો આરોપ લગાવ્યો છે.

who

ટ્રમ્પે આપી ફંડ રોકવાની ધમકી

ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડરૉસ ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં હતા અને અહીં તેમણે આ ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ, 'કોરોના વાયરસના રાજનીતિકરણથી દૂર રહો. ખોટી વિચારધારા અને ધાર્મિક મતભેદોથી ઉપર ઉઠવાની જરૂર છે. કોરોના પર રાજકારણ ન કરો કારણકે આ આગ સાથે રમવા સમાન છે.' ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં હાજર પત્રકારોને કહ્યુ હતુ કે હવે ડબ્લ્યુએચઓને જે પણ ફંડ આપવામાંઆવશે, તેના પર તે કડક નજર રાખશે. ટ્રમ્પે સ્પષ્ટ રીતે આ મહામારી માટે ડબ્લ્યુએચઓને જવાબદાર ગણાવ્યુ છે.

ટ્રમ્પે ટ્વિટમાં ભડાશ કાઢી

આ ઉપરાંત તેમણે ટ્વિટમાં પણ સંગઠન પર જોરદાર ભડાશ કાઢી. ટ્રમ્પે લખ્યુ છે, ડબ્લ્યુએચઓએ આ આખી સ્થિતિને બગાડી દીધી છે. સૌથી વધુ અમેરિકા તરફથી ફંડ મળે છે અને તે ચીન પર કેન્દ્રિત છે. ભગવાનનો શુકર છે કે મે ચીન માટે બૉર્ડર ખોલવાની તેમની સલાહ માનવાનો ઈનકાર કરી દીધો હતો. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડરૉસ એડહાનોમ ગેબ્રેસિયસની ચૂંટણી આ પદ પર ત્યારે થઈ હતી જ્યારે ચીને તેમનુ સમર્થન કર્યુ હતુ. મે 2017માં પદ માટે ચૂંટાયેલા ગેબ્રેસિયસે અમેરિકાના સમર્થનવાળા ડૉક્ટર ડેવિડ નબારોને મ્હાત આપી હતી. નબારો,યુનાઈટેડ કિંગડમ તરફથી ઉમેદવાર હતા.

આ પણ વાંચોઃ 14 એપ્રિલ બાદ વિમાન સેવા શરૂ થશે કે નહિ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબઆ પણ વાંચોઃ 14 એપ્રિલ બાદ વિમાન સેવા શરૂ થશે કે નહિ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

English summary
WHO chief Tedross says politicising Covid-19 like playing with fire after Trump attacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X