કોણ છે ન્યૂઝીલેન્ડની યંગ ફાયરબ્રાન્ડ મહિલા સાંસદ હાના? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે?
હાલ સોશિયલ મીડિયા પર એક યંગ મહિલા સાંસદની ખુબ ચર્ચા થઈ રહી છે. આ સાંસદના વીડિયો આગની જેમ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યંગ યુવતી સંસદમાં ઉભા થઈને જોરદાર ભાષણ કરી રહી છે. તેનો અંદાજ અને ભાષા વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે.

આ ભાષણ આપનારી છોકરીનું નામ હાના છે અને તે ન્યુઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. હાના માત્ર 21 વર્ષ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સાંસદની ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ છે.
હાના માઓરી સમુદાયની છે અને ન્યુઝીલેન્ડના મૂળ રહેવાસીઓમાંની એક છે. હાનાની પસંદગી ન્યુઝીલેન્ડના એઓટેરોઆમાંથી કરવામાં આવી છે. હાના ગયા વર્ષે ઓક્ટોબરમાં જ સાંસદ બની છે. તેણીએ અન્ય મહિલા નેતા નાનાયૈયા મહુતાને હરાવીને ચૂંટણી જીતી છે.
નાનાયૈયા મહુતા 2008માં આ સીટ જીતી રહ્યા હતા અને 1996થી સાંસદ હતા. 1853 બાદ પ્રથમ વખત હાના દેશની સૌથી યુવા સાંસદ બની છે. હાના ન્યુઝીલેન્ડના સ્વદેશી લોકોના અધિકારો માટે લડતી રહી છે. હાનાના પિતા તૈતીમુ મૈપી માઓરી સમુદાયના છે અને નગા તમાતોઆ જૂથ સાથે સંકળાયેલા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હાનાનું ભાષણ ડિસેમ્બર 2023નું છે. હાના પોતાના ભાષણમાં લોકોને સંબોધી રહી છે. તેણી કહે છે કે હું તમારા માટે મારો જીવ પણ આપી દઈશ. પણ હું તમારા માટે જીવીશ.
સંસદમાં આવતા પહેલા મને સલાહ આપવામાં આવી હતી કે હું વસ્તુઓને અંગત રીતે ન લે. પરંતુ હું આ ગૃહમાં કહેવામાં આવેલી દરેક વાતને અંગત રીતે લેવા સિવાય બીજું કંઈ કરી શકતી નથી.
હાનાના પિતા તૈતીમુ મૈપી માઓરી સમુદાયના છે અને નગા તમાતોઆ સાથે સંકળાયેલા છે. હાના તેના હંટલી કસ્બામાં માઓરી સમુદાયના બાળકો માટે નર્સરી ચલાવે છે. તેણી પોતાને રાજકારણી નથી માનતી પરંતુ પોતાને માઓરી ભાષાની રક્ષક માને છે.
હાનાને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પૂર્વજ વિરેમુ કેટેન 1872માં પ્રથમ માઓરી મંત્રી બન્યા હતા. હાનાની આંટી હાના તે હેમારા પણ ચર્ચાનો વિષય બની હતી જ્યારે તેણે 1972માં સંસદમાં માઓરીમાં ભાષણ આપ્યું હતું.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
