કોણ છે પાકિસ્તાની બ્લોગર અસ્મા બતૂલ? જેને કોલકત્તા ડોક્ટર કેસ મુદ્દે કવિતા લખતા જેલમાં ધકેલાઈ
કોલકત્તાના ડોક્ટર બળાત્કાર-હત્યા કેસના પડઘા પાકિસ્તાન સુધી સંભળાયા છે. અહીં એક મહિલા બ્લોગરને પાકિસ્તાની સરકારે જેલમાં મોકલી દેતા વિવાદ થયો છે.
કોલકાતાના ડોક્ટર રેપ મર્ડર કેસ પછી પ્રખ્યાત યુટ્યુબ બ્લોગર અસ્મા બતૂલે સોશિયલ મીડિયા પર મહિલાઓની ઉત્પીડન અંગે એક કવિતા શેર કરી છે. આ કવિતા બાદ અસ્માને પાકિસ્તાને જેલમાં ધકેલી દીધી છે.

કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસ પર અસ્માએ મહિલાઓ પર થતા અત્યાચાર પર સલમાન હૈદરની કવિતા શેર કરી હતી, "બળાત્કાર થયો ત્યારે ખુદા, ભગવાન કે ઇશ્વર બધા હાજર હતા." આ સિવાય અસ્મા બેતુલે ફેસબુક ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર એક કવિતા સંભળાવી હતી, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, તમારો દેશ પણ મારા જેવો છે.'
અસ્માની આ પોસ્ટ બાદ પાકિસ્તાનના મૌલવીઓએ અસ્મા પર અલ્લાહનું અપમાન કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો અને લોકોએ અસ્માના ઘર પર હુમલો કર્યો. કેસ નોંધાયા બાદ પાકિસ્તાન પોલીસે અસ્માને ઈશનિંદાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો બ્લોગર અસ્મા બતૂલના ઘરની બહાર હંગામો મચાવતા જોવા મળે છે અને તેના પરિવારને તેમની પુત્રીને છોડી દેવા અને તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જે બાદ અસ્માના પરિવારે પોલીસ રિપોર્ટ નોંધાવ્યો છે કે તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો અને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
યુટ્યુબની પ્રખ્યાત બ્લોગર અસમા બતૂલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રહેવાસી છે. અસ્મા બતૂલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર અને હુમલાઓ પર પોતાનો અવાજ ઉઠાવતી રહે છે.
અસ્મા બેતુલના એકલા યુટ્યુબ પર 1 લાખ 53 હજાર સબસ્ક્રાઇબર્સ છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો ફોલોઅર્સ છે.












Click it and Unblock the Notifications
