કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ટોપલેસ થનારી મહિલા કોણ છે? જાણો શા માટે ટોપલેસ થઈ?
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક મહિલા જાહેરમાં રેડ કાર્પેટ પર ટોપલેસ થઈ જતાં હોબાળો થયો હતો. મહિલા યુક્રેનની છે. મહિલાનો હેતુ સમગ્ર વિશ્વનું ધ્યાન યુક્રેન તરફ દોરવાનો હતો.
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક મહિલા જાહેરમાં રેડ કાર્પેટ પર ટોપલેસ થઈ જતાં હોબાળો થયો હતો. મહિલા યુક્રેનની છે. મહિલાનો હેતુ સમગ્ર વિશ્વનું ધ્યાન યુક્રેન તરફ દોરવાનો હતો. આરોપ છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સૈનિકોએ યુક્રેનિયન મહિલાઓ પર મોટા પાયે બળાત્કાર કર્યો છે.

રેડ કાર્પેટ પર ટોપલેસ થઈ મહિલા
રેડ કાર્પેટ પર બે અભિનેત્રીઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી, ત્યારે યુક્રેનની એક મહિલા ટોપલેસ થઈને બૂમો પાડીને ત્યાં પહોંચી ગઈ હતી. મહિલાએ પોતાના શરીર પર યુક્રેનનો ધ્વજ ચિતર્યો હતો. તેના પર 'સ્ટોપ રેપિંગ અસ' લખેલું હતું. મહિલાએ માત્ર અન્ડરવેર પહેર્યું હતું. મહિલાના નીચેના ભાગમાં લાલ રંગ હતો, જે દર્શાવે છે કે તેના નીચેના ભાગમાંથી લોહી નીકળી રહ્યું છે.

આ મહિલા મહિલા અધિકાર કાર્યકર્તા છે
રિપોર્ટ્સ અનુસાર, ટોપલેસ થનારી મહિલા મહિલા અધિકાર કાર્યકર્તા છે. જો કે મહિલાનું નામ હજુ જાણવા મળ્યુ નથી. આ મહિલાની પીઠ પર 'SCUM' લખેલું હતું. મહિલા ચીસો કરતી રેડ કાર્પેટ પર આવી કે તરત જ સિક્યોરિટી ગાર્ડે તેની ચાદર ઊંચકીને તેને એક તરફ ધકેલી દીધી હતી.

યુક્રેન યુદ્ધનો વિરોધ
આ ઘટના પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિના ઉદઘાટન સમારોહમાં લાઇવ સેટેલાઇટ વિડિયો એડ્રેસ દ્વારા ભાવનાત્મક સંબોધન આપ્યું હતું. તેમણે ફિલ્મ નિર્માતાઓને સરમુખત્યારોનો સામનો કરવા હાકલ કરી હતી.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની દુનિયાભરમાં ચર્ચા થાય છે
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સિનેમા ઇવેન્ટ્સમાંની એક છે. તે દર ઉનાળામાં કાન્સ, ફ્રાન્સમાં યોજાય છે. આ ફેસ્ટિવલ વિશ્વભરની કેટલીક સૌથી મોટી અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોને પ્રદર્શિત કરે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
