For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેરૉયડથી ગંભીરમાં ગંભીર કોરોના સંક્રમિતનો જીવ બચાવી શકાય, WHOની નવી એડવાઈઝરી

સ્ટેરૉયડથી ગંભીરમાં ગંભીર કોરોના સંક્રમિતનો જીવ બચાવી શકાય, WHOની નવી એડવાઈઝરી

|
Google Oneindia Gujarati News

પેરિસઃ આખી દુનિયા કોરોના વાયરસના તાંડવ સામે લડી રહી છે, આ દરમ્યાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક મોટી વાત કહી છે, WHOએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ ક્લિનિકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે કે સસ્તી, વ્યાપક રૂપે ઉપલબ્ધ સ્ટેયરૉયડ દવા ગંભીર રૂપથી બીમાર રોગીઓને કોરોનાથી બચવામાં મદદ કરી શકે છે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સબૂતોના આધારે કોરોના એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ કોરોનાના કારણે ગંભીર રૂપે બીમાર રોગિઓના ઈલાજ માટે સ્ટેરૉયડનો ઉપયોગ કરી શકાય છે પરંતુ હળવા લક્ષણો વાળા દર્દીઓ પર આ દવાનો ઉપયોગ ના કરવો.

આ દવા કારગર સાબિત થઈ

આ દવા કારગર સાબિત થઈ

આ વિશે વાત કરતા WHOએ કહ્યું કે સ્ટેરૉયડની દવાથી 1700 દર્દીઓ પર ત્રણ પ્રકારના ટ્રાયલ કરવામાં આવ્યા છે. ટ્રાયલના પરિણામથી એ વાત સામે આવી કે સ્ટેરૉયડની દવાના ઉપયોગથી કોરોના સંક્રમિતને આરામ મળે છે અને આનાથી મૃતકોની સંખ્યા પણ ઘટી છે, આ એક મોટી રાહતના સંકેત છે.

સ્ટેરૉયડ કમજોર દર્દીના શરીરને મજબૂતી આપી રહ્યું છે

સ્ટેરૉયડ કમજોર દર્દીના શરીરને મજબૂતી આપી રહ્યું છે

WHO મુજબ ડેક્સામેથાસોન, હાઈડ્રોકાર્ટિસોન અને મિથાઈલપ્રેડિસોલોન જેવા સ્ટેરૉયડ કમજોર દર્દીના શરૂરમાં મજબૂતી આપે છે, જણાવી દઈએ કે ઘણા બધા કોવડ 19 ના રોગીઓના મૃત્યુ વાયરસથી નહિ બલકે સંક્રમણને કારણે કમજોર થયેલા શરીરની પ્રતિરોધક ક્ષમતા ઘટવાના કારણે થયા છે, જણાવી દઈએ કે અત્યાર સુધી ગંભીર રૂપે બીમાર દર્દી માટે રેમડિસીવરનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

મહામારીમાં ચીજો ખોલવી તબાહીને આમંત્રિત કરશે

મહામારીમાં ચીજો ખોલવી તબાહીને આમંત્રિત કરશે

અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના વાયરસના પ્રસારને રોકવો પડશે કેમ કે વાયરસના નિયમંત્રણ વિના ગતિવિધિઓમાં છૂટ આપવી તબાહીને આમંત્રણ આપવા બરાબર છે. ડબલ્યૂએચઓના મહાનિદેશક ટ્રેડોસ અધાનોમ ધેબ્રેસસે પણ માન્યું કે ઘણા લોકો પ્રતિબંધોથી થાકી ગયા છે અને આઠ મહિનાની મહામારીથી જલદી જ છૂટકારો મેળવવા માંગે છે પરંતુ તેમને ચેતવ્યા છે કે કોરોના મહામારી વચ્ચે સામાજિક ગતિવિધિઓ એટલી જલદી ખોલવી ખતરનાક છે.

ગુજરાતઃ પૂરથી પાક બરબાદ, ખેડૂતોએ ખેતરોમાં ભરેલા પાણીમાં તરી સરકારનો વિરોધ કર્યોગુજરાતઃ પૂરથી પાક બરબાદ, ખેડૂતોએ ખેતરોમાં ભરેલા પાણીમાં તરી સરકારનો વિરોધ કર્યો

English summary
WHO revises guideline after steroids show positive effect on covid 19 patient
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X