For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOની ચેતવણીઃ કોવિડ સુનામી હેલ્થ સિસ્ટમને ધ્વસ્ત કરી દેશે

કોરોના અને નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે બુધવારે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

જિનીવાઃ કોરોના અને નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે. બુધવારે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી કે ઓમિક્રૉન અને ડેલ્ટા કોવિડ-19 કેસની સુનામી પહેલેથી જ પોતાની ક્ષમતાથી વધુ કાર્ય કરી રહી છે. આરોગ્ય પ્રણાલીઓ પર વધુ દબાણ કરશે. આ કોરોનાની સુનામી વર્તમાન હેલ્થ સિસ્ટમને ધ્વસ્થ કરી શકે છે.

coronavirus

WHOએ કહ્યુ છે કે ડેલ્ટા અને ઓમિક્રૉન બંને સાથે આવવાથી મુશ્કેલી વધી શકે છે. કોવિડ પૉઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે જેનાથી હૉસ્પિટલમાં ભરતી થનારા અને તેનાથી થતા મોતમાં વધારો થયો. WHOએ કહ્યુ કે ગયા સપ્તાહે વિશ્વ સ્તરે 11 ટકાનો વધારો થયો હતો. વળી, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ફ્રાંસ બંને દેશોમાં બુધવારે એક દિવસમાં રેકૉર્ડ કોવિડ પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.

WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેસિયસે એક પત્રકાર સંમેલનમાં કહ્યુ, 'હું અત્યાધિક ચિંતિત છુ કે ઝડપથી ફેલાતા ઓમિક્રૉન અને ડેલ્ટા એક જ સમયમાં આવવાથી કોરોનાની સુનામી આવી રહીછે. આ પહેલેથી જ થાકેલા આરોગ્યકર્મીઓ અને આરોગ્ય પ્રણાલીઓના પતનની કગાર પર અત્યાધિક દબાણ નાખી રહ્યુ છે અને આગળ પણ ચાલુ રાખશે.'

WHOના પ્રમુખે કહ્યુ કે આરોગ્ય પ્રણાલીઓ પર દબાણ કોરોના વાયરસના દર્દીઓના કારણે હતુ એટલુ જ નહિ મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકર્તા પણ કોવિડથી બિમાર પડી રહ્યા હતા. વળી, જે લોકોને વેક્સીન નથી લાગી તેમાં સંક્રમણથી મરવાનુ જોખમ અનેક ગણુ વધુ છે. WHOએ 2021માં કોવિડ-19 સામેની લડાઈ પર વિચાર કર્યો અને આશા કરી કે આવતા વર્ષે મહામારીના તીવ્ર ચરણનો અંત થશે પરંતુ ચેતવણી આપી કે આ વધુને વધુ વેક્સીન ઈક્વિટી પર નિર્ભર કરશે.

WHO ઈચ્છતા હતા કે દરેક દેશમાં 40 ટકા વસ્તીને વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રસી લગાવવામાં આવે અને 2022ના મધ્ય સુધી 70 ટકા કવરેજનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

English summary
WHO's warning: 'Covid tsunami' will destroy the health system
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X